India

કેન્દ્રની રૂ. 2.21 લાખ કરોડના શસ્ત્રોની ખરીદીને મંજૂરી, સૈન્યને નવા ડ્રોન મળશે

By GS Team
27 Oct 20262 mins read
TukuTouch Logo
ચીન સરહદે તણાવ વચ્ચે, સંરક્ષણ મંત્રાલયે 2.12 લાખ કરોડ રૂપિયાના મોટા સંરક્ષણ પ્રસ્તાવોને મંજૂરી આપી છે. રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી DAC બેઠકમાં આ નિર્ણય લેવાયો. આમાં આધુનિક તોપ સિસ્ટમ, હેલીકોપ્ટર, એર ડિફેન્સ સિસ્ટમ અને હુમલાખોર ડ્રોન સામેલ છે. 82% સ્થાનિક ઉત્પાદન ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાની ક્ષમતા વધારશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેન્દ્રની રૂ. 2.21 લાખ કરોડના શસ્ત્રોની ખરીદીને મંજૂરી, સૈન્યને નવા ડ્રોન મળશે
  • સરહદે ચીનના અટકચાળા વચ્ચે સંરક્ષણ મંત્રાલયનો નિર્ણય
  • આધુનિક તોપ સિસ્ટમ, હેલીકોપ્ટર, એર ડિફેન્સ સિસ્ટમ, દૂર સુધી હુમલા કરવા સક્ષમ ડ્રોન વગેરેનો સમાવેશ

નવી દિલ્હી : સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની સૈન્ય તાકત વધારવાની દિશામાં એક મોટું પગલુ ભરવામાં આવ્યું છે, સંરક્ષણમંત્રી રાજનાથસિંહની આગેવાનીમાં ૨૬ ઓક્ટોબરના ડીએસીની બેઠક મળી હતી, જેમાં આશરે ૨.૧૨ લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે.
જે પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે તેમાં આધુનિક તોપ સિસ્ટમ, હેલીકોપ્ટર, એર ડિફેન્સ સિસ્ટમ, દેખરેખ માટેના ઉપકરણો, દૂર સુધી હુમલા કરવા સક્ષમ ડ્રોન વગેરેનો સમાવેશ થાય છે. જેને પગલે એરફોર્સ, નેવી અને આર્મી ત્રણેયની ક્ષમતામાં વધારો થશે. જે પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે તેમાં ૮૨ ટકા હિસ્સો ભારતમાંથી જ મળી રહેશે, એટલે કે સ્થાનિક સ્તરે તેનું ઉત્પાદન કરવામાં આવશે. સૈન્યને હાઇ મોબિલિટી વ્હીકલ્સ એચએમવી, સેલ્ફ પ્રોપેલ્ડ ટ્રેક્ડ ગન સિસ્ટમ, ગન શોટ રિસ્પોન્સ સિસ્ટમ, લાઇટ મલ્ટી-રોલ હેલીકોપ્ટર વગેરે ખરીદાશે.
આ ઉપરાંત વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ, પ્લેટફોર્મ આધારિત કાઉન્ટર અનમેન્ડ એરિયલ સિસ્ટમ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. હજુ બે દિવસ પહેલા જ અરુણાચલની ચીન સરહદે ચીની સૈનિકો દ્વારા અડચણો ઉભી કરવામાં આવી રહી હોવાના અહેવાલો સામે આવ્યા હતા જે વાતને ખુદ કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી, એવા સમયે હવે સોમવારે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આ બેઠક યોજીને સૈન્યની તાકાત વધારતા વિવિધ પ્રસ્તાવોને મંજૂરી આપી છે. જે પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે તેમાં લાઇટ મલ્ટી રોલ હેલીકોપ્ટર્સનો પણ સમાવેશ થાય છે જેનો ઉપયોગ ભારતીય સૈન્ય અને એરફોર્સ બન્ને કરશે.