Get The App

દેશભરમાંથી હટાવાશે ટોલ પ્લાઝા, નીતિન ગડકરીની જાહેરાત, 15 દિવસમાં નવી પોલિસી કરાશે જાહેર

Updated: Apr 15th, 2025

GS TEAM


Google News
Google News
દેશભરમાંથી હટાવાશે ટોલ પ્લાઝા, નીતિન ગડકરીની જાહેરાત, 15 દિવસમાં નવી પોલિસી કરાશે જાહેર 1 - image


Central Government Removing All Toll Plaza : કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશભરના પ્રવાસીઓને ટોલ પ્લાઝામાંથી રાહત આપવા માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, ‘દેશભરમાંથી ટોલ પ્લાઝા હટાવવા માટે કેન્દ્ર સરકાર ઝડપી કામગીરી કરી રહી છે અને ટૂંક સમયમાં નવી ટૉલ પોલિસી રજૂ કરવામાં આવશે.

નવી ટૉલ પોલિસી જાહેર કરાશે : નીતિન ગડકરી

ગડકરીએ મુંબઈના દાદરમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, આગામી 15 દિવસમાં નવી પોલિસીની જાહેરાત કરવામાં આવશે. જોકે તેમણે પોલિસીની માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો છે, પરંતુ આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, નવી પોલિસી જાહેર થતાં જ ટૉલ સંબંધિત તમામ ફરિયાદો ખતમ થઈ જશે.

આ પણ વાંચો : ‘વધારી દો મંદિરની સુરક્ષા...’ રામ મંદિર ટ્રસ્ટ અને UPના અનેક જિલ્લાના DMને મળ્યો બોમ્બથી ઉડાવવાની ધમકીનો મેઈલ

‘મુંબઈ-ગોવા હાઇવે જૂન સુધીમાં તૈયાર થઈ જશે’

આ સાથે કેન્દ્રીય મંત્રીએ મુંબઈ-ગોવા હાઇવેની કામગીરી અંગે વિશ્વાસ સાથે કહ્યું કે, ’આ હાઇવે જૂન-2025 સુધીમાં સંપૂર્ણ બનીને તૈયાર થઈ જશે. ત્યારબાદ હાઇવે પરથી રોજબરોજ પસાર થતાં પ્રવાસીઓ, ખાસ કરીને કોંકણ વિસ્તારના લોકોને મોટી રાહત મળશે.’

આ ઉપરાંત તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટ તૈયાર કરાઈ રહ્યો હતો, ત્યારે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. જમીન અધિગ્રહણ કરવા માટે કાયદાકીય પ્રક્રિયા અને પારિવારિક ઝઘડાના કારણે પ્રોજેક્ટમાં વિલંબ થયો છે. અનેક મામલામાં વળતર ચૂકવવામાં સમસ્યા થઈ, જેના કારણે નિર્માણ કાર્ય અટકતું રહ્યું હતું. જોકે હવે આ તમામ અડચણો દૂર થઈ ગઈ છે અને કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

આ પણ વાંચો : આ પણ વાંચો : મુર્શિદાબાદમાં વક્ફ વિરૂદ્ધ હિંસા માટે બાંગ્લાદેશીઓ જવાબદાર, તપાસ એજન્સીએ આપ્યો મહત્ત્વનો રિપોર્ટ

Tags :