Get The App

'ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું ગઠબંધન ભારત માટે ખતરો...', CDS જનરલ ચિંતિત દેખાયા

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
'ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું ગઠબંધન ભારત માટે ખતરો...', CDS જનરલ ચિંતિત દેખાયા 1 - image

Image: IANS



CDS General Expresses Concern Over China-Pak-Bangladesh Relations: ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે મંગળવારે એક થિંક-ટેન્ક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભારતની રાષ્ટ્રી. સુરક્ષા આજે બહાર અને આંતરિક બંને મોરચા પર દબાણમાં છે. તેમણે ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના સંભવિત જોડાણને ભારતની સ્થિરતા અને સુરક્ષા માટે મોટું જોખમ ગણાવ્યું. તેમણે કહ્યું કે, આજની વૈશ્વિક સ્થિતિ ખૂબ જ અસ્થિર છે, આખી દુનિયા જૂની વ્યવસ્થાથી નવા વૈશ્વિક સંતુલન તરફ વધી રહ્યા છે. આ પરિવર્તન વચ્ચે અમેરિકાની ભૂમિકા પણ અનેક સ્તરે જટિલતા પેદા કરી રહી છે. 

CDS એ ભાર મૂકીને કહ્યું કે, 'એક મજબૂત અને લવચિક અર્થવ્યવસ્થા કોઈપણ દેશની રાષ્ટ્રીય શક્તિનો પાયો હોય છે. આર્થિક અને વ્યાપારિક સુરક્ષા પણ રાષ્ટ્રીય સુરક્ષાનો મહત્ત્વનો ભાગ છે. સ્થિર વિકાસ અને ચકાઉ પ્રગતિ માટે મજબૂત અર્થવ્યવસ્થા જરૂરી છે. બહારના પ્રભાવોથી સુરક્ષા ત્યારે જ સંભવ છે, જ્યારે દેશની આંતરિક સ્થિતિ મજબૂત હોય અને તેનો આર્થિક આધાર સ્થિર રહે.'

આ પણ વાંચોઃ VIDEO: બિહારમાં મહાગઠબંધને કર્યાં ચક્કાજામ, ટ્રેનો અટકાવી માર્ગો પર ટાયર બાળ્યાં

સામાજિક અને આંતરિક સુરક્ષાનું મહત્ત્વ

જનરલ ચૌહાણે કહ્યું કે, ભારત જેવા વિવિધતા ભરેલા દેશમાં સામાજિક અને આંતરિક સુરક્ષાને હલ્કામાં ન લેઈ શકાય. આપણો દેશ બહુભાષી, બહુધાર્મિક અને બહુજાતીય છે. એવામાં સામાજિક એકતાને જાળવી રાખવું ખૂબ જરૂરી છે. સામાજિક સુરક્ષા વ્યવસ્થામાં આંતરિક સુરક્ષાને પણ મહત્ત્વનું સ્થાન મળવું જોઈએ.' આ સાથે તેમણે ચેતવણી પણ આપી કે, જો ભારતને આંતરિક રૂપે નબળું પાડવામાં આવ્યું, તો બહારના જોખમ વધુ અસરકારક થઈ જશે.

ચીન-પાકિસ્તાન-બાંગ્લાદેશ સાંઠગાંઠ પર સતર્કતાની જરૂર

જનરલ ચૌહાણે કહ્યું કે, ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે જો કોઈપણ પ્રકારનો વ્યૂહનૈતિક સહયોગ હોય છે, તો તેની સીધી અસર ભારતની સુરક્ષા પર પડે છે. આ ત્રણેય દેશોના સામાન્ય હિત ભારતની વિરોધમાં એક વ્યૂહનૈતિક પડકાર બની શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે બાંગ્લાદેશના રાજકારણની સ્થિતિ અસ્થિર છે અને ત્યાંના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના ભારતમાં શરણ લઈ રહ્યા છે.'

આ પણ વાંચોઃ ભારતમાં મીડિયાની સ્વતંત્રતા જોખમમાં, કેન્દ્ર સરકારે 2355 એકાઉન્ટ બ્લૉક કરાવ્યાનો 'X' નો દાવો

'ઓપરેશન સિંદૂર'થી બદલાયો યુદ્ધનો અર્થ

CDSએ મે 2025માં થયેલા 'ઓપરેશન સિંદૂર'નો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ પહેલું ઉદાહરણ હતું જ્યારે બે પરમાણુ સંપન્ન દેશ ભારત અને પાકિસ્તાન સીધા સૈન્ય સંઘર્ષમાં સામેલ થાય. આ સંઘર્ષમાં ભારતે પાકિસ્તાનની પરમાણુ ધમકીને ખોટી સાબિત કરી અને આ દુનિયા માટે શીખ છે કે, પરમાણુ ડર બતાવીને કોઈ દેશ પોતાની હરકતો છુપાવી નહીં શકે. હવે યુદ્ધની રીત બદલાઈ ગઈ છે. યુદ્ધ ફક્ત સરહદ પર નહીં, પરંતુ સાઇબર હુમલા, ઇલેક્ટ્રોનિક હથિયાર, ડ્રોન, મિસાઇલ અને હાઇપરસોનિક હથિયારો દ્વારા પણ લડવામાં આવી રહ્યા છે. આ તમામ મોરચા પર હજુ સુધી દુનિયા પાસે કોઈ સંરક્ષણ પ્રણાલી નથી, તેથી ભારતને પોતાની તૈયારી દરેક સ્તરે વધારવી પડશે.' 

Tags :