Get The App

VIDEO: બે ગુજરાતી નક્કી કરશે કે કયા બિહારી વોટ આપશે અને કયા નહીં? તેજસ્વીનો પ્રહાર

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: બે ગુજરાતી નક્કી કરશે કે કયા બિહારી વોટ આપશે અને કયા નહીં? તેજસ્વીનો પ્રહાર 1 - image


Bihar Election and Protest news : આજે મહાગઠબંધને બિહારમાં ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ઝુંબેશ સામે રાજ્યવ્યાપી ચક્કા જામની જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય જનતા દળ (RJD), કોંગ્રેસ, ડાબેરી પક્ષો, VIP પાર્ટી અને જન અધિકાર પાર્ટી (પપ્પુ યાદવ) સહિત મહાગઠબંધનના તમામ ઘટક પક્ષો માર્ગો પર ઊતરી આવ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આજે પટના પહોંચશે અને તેજસ્વી યાદવ સાથે ઈન્કમટેક્સ ગોલંબરથી ચૂંટણી કાર્યાલય સુધી કૂચ કરશે. જોકે સવારથી જ બિહારમાં આ દેખાવોની અસર દેખાવા લાગી છે. 

ચૂંટણી પંચ ભૂલી ગયું છે કે, તેનું કામ બંધારણની રક્ષા કરવાનું છેઃ રાહુલ ગાંધી

વિધાનસભાની સામે કૂચ અટકાવવામાં આવી હતી, જ્યાં રાહુલ ગાંધીએ કાર્યકરોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, 'મહારાષ્ટ્રની જેમ, બિહારમાં પણ ચૂંટણીમાં ધાંધલીનો પ્રયાસ થઈ રહ્યો છે. ચૂંટણી પંચ ભૂલી ગયું છે કે તેનું કામ બંધારણનું રક્ષણ કરવાનું છે, કોઈ પક્ષ માટે કામ કરવાનું નહીં. ચૂંટણી પંચનું કામ ભાજપ માટે કામ કરવાનું નથી પરંતુ બંધારણનું રક્ષણ કરવાનું છે. ચૂંટણી પંચ પોતાનું કામ કરી રહ્યું નથી.'

બે ગુજરાતી નક્કી કરશે કે કયો બિહારી મત આપશે? 

આ દરમિયાન કાર્યકર્તાઓને સંબોધતા તેજસ્વી યાદવે કહ્યું, 'મોદીજી અને નીતિશ કુમારના કહેવા પર ગરીબ લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. મોદીજી અને નીતિશ કુમારજીની આ દાદાગીરી કામ નહીં કરે. શું બે ગુજરાતીઓ નક્કી કરશે કે કયો બિહારી મત આપશે અને કયો નહીં. આ લોકો બંધારણ સાથે છેડછાડ કરી રહ્યા છે. અમે ચૂપ નહીં બેસીએ.'

બિહાર બંધના કારણે પ્રભાવિત રેલગાડી

VIDEO: બે ગુજરાતી નક્કી કરશે કે કયા બિહારી વોટ આપશે અને કયા નહીં? તેજસ્વીનો પ્રહાર 2 - image

રાહુલ ગાંધીએ રેલીમાં લીધો ભાગ

બિહારમાં ચક્કાજામ વચ્ચે કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પટના પહોંચ્યા છે, જ્યાં તેમણે તેજસ્વી યાદવની રેલીમાં ભાગ લીધો. આ રેલી ED ઓફિસ સુધી જશે. જોકે, વિધાનસભાની પાસે આ રેલીને પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


રસ્તા પર ટાયર બાળ્યાં, ટ્રેનો અટકાવી... 

પટણાના મનેર વિધાનસભા મતવિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે 30 પર મહાગઠબંધનના કાર્યકરોએ બિહાર બંધના સમર્થનમાં ટાયરો બાળ્યા હતા અને ચક્કાજામ કરી દેતા વાહનચાલકો અટવાયા હતા. આ દરમિયાન તેમણે ચૂંટણી પંચ અને ભારત સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી. ચક્કાજામ દરમિયાન રાજદના કાર્યકરોએ ગાંધી સેતુ પુલ બંધ કરી દીધો હતો. આ પુલ પટણાથી હાજીપુર, દરભંગા અને પૂર્ણિયા જેવા શહેરો સુધી પહોંચવા માટે મહત્ત્વપૂર્ણ મનાય છે.   બીજી બાજુ બિહાર બંધના સમર્થનમાં જહાનાબાદના કોર્ટ સ્ટેશન પર દેખાવકારોએ પટણા-ગયા વચ્ચે દોડતી ટ્રેન અટકાવી દીધી હતી. 


Tags :