India

CBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધો. 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી

By GS TEAM
24 Sep 20251 min read
TukuTouch Logo
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ વર્ષ 2026 માટે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે ટેન્ટેટીવ ડેટશીટ (Tentative Datesheet) જાહેર કર્યું છે. સત્તાવાર સૂચના અનુસાર, આ પરીક્ષાઓ 17 ફેબ્રુઆરીથી 15 જુલાઈ, 2026 દરમિયાન દેશ અને વિદેશમાં લેવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

CBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધો. 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી

CBSE STD.10-12 Tentative Date sheet : સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)એ વર્ષ 2026 માટે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે ટેન્ટેટીવ ડેટ શીટ (Tentative Date sheet) જાહેર કરી છે. સત્તાવાર સૂચના અનુસાર, આ પરીક્ષાઓ 17 ફેબ્રુઆરીથી 15 જુલાઈ, 2026 દરમિયાન દેશ અને વિદેશમાં લેવામાં આવશે.

 સત્તાવાર ટેન્ટેટીવ ડેટશીટ જોવા અહીં ક્લિક કરો

બોર્ડે જણાવ્યું હતું કે, આ વર્ષે 45 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, ત્યારે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાઓ સમયસર પરીક્ષાને લઈને અગાઉથી આયોજન કરી શકે તે માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. 


CBSE દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ની મુખ્ય પરીક્ષા, રમતગમતના વિદ્યાર્થીઓ(ધોરણ 12) માટે ખાસ પરીક્ષા, ધોરણ 10ની બીજી બોર્ડની પરીક્ષા અને ધોરણ 12ની પૂરક પરીક્ષાઓનો સમાવેશ થાય છે. બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, મુખ્ય પરીક્ષાઓની સાથે, પ્રેક્ટિકલ, મૂલ્યાંકન, ઉત્તરવહીઓની ચકાસણી અને પરિણામ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરાશે, જેથી વિદ્યાર્થીઓના પરિણામોમાં વિલંબ ન થાય.

આ પણ વાંચો: H1-B વિઝા વિવાદ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, મેડિકલ કૉલેજોમાં UG-PGની સીટો વધારવાની મંજૂરી

45 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

2026માં આશરે 45 લાખ ઉમેદવારો 204 વિષયોમાં પરીક્ષા આપશે. ભારતના વિવિધ રાજ્યોના જ નહીં, પરંતુ 26 અન્ય દેશોના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે. CBSE બોર્ડે જણાવ્યું હતું કે, આ વિશાળ કાર્યક્રમની તૈયારી માટે વિદ્યાર્થીઓ, શાળાઓ અને શિક્ષકો વચ્ચે વધુ સંકલનની આવશ્યક્તા છે.