Get The App

H1-B વિઝા વિવાદ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, મેડિકલ કૉલેજોમાં UG-PGની સીટો વધારવાની મંજૂરી

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
H1-B વિઝા વિવાદ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, મેડિકલ કૉલેજોમાં UG-PGની સીટો વધારવાની મંજૂરી 1 - image


Medical Seats: કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે સરકારી મેડિકલ કૉલેજોને વધુ મજબૂત અને આધુનિક બનાવવાની યોજનાના ત્રીજા ચરણને મંજૂરી આપી છે. આ નિર્ણયથી દેશભરના કેન્દ્રીય અને રાજ્ય સરકારની મેડિકલ કૉલેજોમાં 5,000 નવી પીજી (પોસ્ટ ગ્રેજ્યુએટ) સીટ્સ વધારશે.

આ સાથે વર્તમાન સરકારી મેડિકલ કૉલેજમાં એમબીબીએસની સીટ વધારવા માટે ચાલી રહેલી કેન્દ્રીય યોજનાને મંજૂરી મળી છે. આ યોજના હેઠળ એમબીબીએસની 5023 બેઠક વધારવામાં આવશે. સીટ દીઠ ખર્ચ મર્યાદા પણ વધારી રૂ. 1.50 કરોડ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપી હતી.

સરકારનું માનવું છે કે, આ પગલાંથી ગ્રેજ્યુએટ સ્તરની મેડિકલ ક્ષમતામાં વધારો થશે. નિષ્ણાત ડૉક્ટર્સની ઉપલબ્ધતા વધશે અને સરકારી મેડિકલ કૉલેજોમાં નવી સ્પેશ્યાલિટીઝની શરુઆત થશે.

Tags :