India

CBSE ધોરણ-12 સપ્લીમેન્ટરી પરીક્ષાનું પરિણામ જાહેર, 53.08% વિદ્યાર્થીઓ સફળ, જાણો સ્કોરકાર્ડ ડાઉનલોડ કરવાની રીત

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
CBSE દ્વારા ધોરણ 12ની સપ્લીમેન્ટરી પરીક્ષા 2026નું પરિણામ જાહેર કરાયું છે. 2.75 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. કમ્પાર્ટમેન્ટ શ્રેણીમાં 53.08% ઉમેદવારો સફળ થયા છે. વિદ્યાર્થીઓ પોતાનું સ્કોરકાર્ડ સત્તાવાર વેબસાઈટ અને DigiLocker પર જોઈ શકે છે. રેગ્યુલર વિદ્યાર્થીઓના પરિણામ શાળાઓને ઈમેઈલ કરાશે, જ્યારે ખાનગી વિદ્યાર્થીઓને DigiLocker પર ડિજિટલ દસ્તાવેજો મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

CBSE ધોરણ-12 સપ્લીમેન્ટરી પરીક્ષાનું પરિણામ જાહેર, 53.08% વિદ્યાર્થીઓ સફળ, જાણો સ્કોરકાર્ડ ડાઉનલોડ કરવાની રીત

CBSE Class 12 Supplementary : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 12ની સપ્લીમેન્ટરી પરીક્ષા 2026નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ હવે બોર્ડની સત્તાવાર વેબસાઈટ તેમજ ડીજીલોકર (DigiLocker) પોર્ટલ પર જઈને પોતાનું સ્કોરકાર્ડ ઓનલાઈન ચેક અને ડાઉનલોડ કરી શકે છે. પરિણામ જાહેર થવાની સાથે જ લાખો વિદ્યાર્થીઓનો આતુરતાનો અંત આવ્યો છે.

2.75 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

સીબીએસઈ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, આ વર્ષે પૂરક પરીક્ષા માટે કુલ 2,91,576 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 2,75,287 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. આ પરીક્ષા આપનારા ઉમેદવારોમાં 1,11,056 વિદ્યાર્થીઓ માર્ક્સ સુધારવા (ઈમ્પ્રૂવમેન્ટ) માટે અને 1,64,231 વિદ્યાર્થીઓ કમ્પાર્ટમેન્ટ કેટેગરીના હતા.

કમ્પાર્ટમેન્ટ કેટેગરીમાં 53.08% ઉમેદવારો પાસ

બોર્ડના જણાવ્યા મુજબ, કમ્પાર્ટમેન્ટ શ્રેણીમાં પરીક્ષા આપનારા 1,64,231 વિદ્યાર્થીઓમાંથી 53.08% ઉમેદવારો સફળ રહ્યા છે. આ પરિણામ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને તેમનું ધોરણ 12નું ભણતર પૂરું કરવાની અને આગળના અભ્યાસ માટે પ્રવેશ મેળવવાની તક મળી છે.

શાળાઓને ઈમેઈલ પર મોકલાશે પરિણામ

રેગ્યુલર વિદ્યાર્થીઓના પરિણામ સંબંધિત શાળાઓના રજિસ્ટર્ડ ઈમેઈલ આઈડી પર મોકલી દેવામાં આવશે અને તેમની ઓરિજિનલ માર્કશીટ શાળા મારફતે જ મળશે.
જ્યારે ખાનગી (પ્રાઈવેટ) વિદ્યાર્થીઓને ડીજીલોકર પર ડિજિટલ દસ્તાવેજો ઉપલબ્ધ કરાવાશે અને પ્રિન્ટેડ માર્કશીટ તેમના રજિસ્ટર્ડ સરનામે ડાક દ્વારા મોકલવામાં આવશે.

આ રીતે ચેક કરો તમારું સ્કોરકાર્ડ

વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in, cbseresults.nic.in અથવા results.digilocker.gov.in પર જઈને પોતાનું પરિણામ મેળવી શકે છે. પરિણામ જોવા માટે સૌથી પહેલા આમાંથી કોઈ એક પોર્ટલ પર જઈ 'CBSE Class 12 Supplementary Result 2026' લિંક પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારો રોલ નંબર, સ્કૂલ નંબર અને જન્મતારીખ દાખલ કરીને સબમિટ કરતાની સાથે જ સ્ક્રીન પર સ્કોરકાર્ડ દેખાશે, જેને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કે પ્રિન્ટ કરી શકાશે.