India

શોખ બડી ચીજ હૈ: કારના નંબર 'HR 88 B 8888' માટે ચૂકવ્યા રૂ.1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર

By GS TEAM
26 Nov 20252 mins read
TukuTouch Logo
કેટલાક શોખીન લોકો પોતાના વાહનો માટે પસંદગીના નંબર મેળવવા લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. લકી નંબરની ચાહમાં વ્યક્તિ મોટી રકમ ચૂકવતા હોય છે, ત્યારે હરિયાણામાં દેશનો સૌથી મોંઘો VIP નંબર વેચાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં કારના નંબર પ્લેટ 'HR 88 B 8888' માટે એક વ્યક્તિએ રૂ.1.17 કરોડ ચૂકવ્યા છે. VIP નંબરની હરાજીમાં HR 88 B 8888' માટે કુલ 45 અરજી આવી હતી. જેની મૂળ બોલી કિંમત રૂ.50,000 નક્કી કરવામાં આવી હતી, જે દર મિનિટે વધતી ગઈ અને સાંજે 5 વાગ્યે રૂ.1.17 કરોડ સુધી પહોંચી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

શોખ બડી ચીજ હૈ: કારના નંબર  'HR 88 B 8888' માટે ચૂકવ્યા રૂ.1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
AI Image

VIP Vehicle Number In Haryana : કેટલાક શોખીન લોકો પોતાના વાહનો માટે પસંદગીના નંબર મેળવવા લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. લકી નંબરની ચાહમાં વ્યક્તિ મોટી રકમ ચૂકવતા હોય છે, ત્યારે હરિયાણામાં દેશનો સૌથી મોંઘો VIP નંબર વેચાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં કારના નંબર પ્લેટ 'HR 88 B 8888' માટે એક વ્યક્તિએ રૂ.1.17 કરોડ ચૂકવ્યા છે. VIP નંબરની હરાજીમાં HR 88 B 8888' માટે કુલ 45 અરજી આવી હતી. જેની મૂળ બોલી કિંમત રૂ.50,000 નક્કી કરવામાં આવી હતી, જે દર મિનિટે વધતી ગઈ અને સાંજે 5 વાગ્યે રૂ.1.17 કરોડ સુધી પહોંચી હતી. 

કારના નંબર  'HR 88 B 8888' માટે ચૂકવ્યા રૂ.1.17 કરોડ

હરિયાણામાં VIP અથવા ફેન્સી નંબર પ્લેટની સાપ્તાહિક ઓનલાઈન હરાજી થાય છે. બોલી લગાવનારાઓ શુક્રવારે સાંજે 5 વાગ્યાથી સોમવારે સવારે 9 વાગ્યા સુધી તેમની પસંદગીની નંબર પ્લેટ માટે સત્તાવાર વેબસાઈટ fancy.parivahan.gov.in પર અરજી કરે છે. જેમાં આ અઠવાડિયામાં 'HR 88 B 8888' નંબરની રૂ.1.17 કરોડમાં હરાજી થઈ છે. જ્યારે ગત અઠવાડિયામાં 'HR 22 W 2222' નંબર માટે 37.91 લાખ રૂપિયાની બોલી લાગી હતી. 

આ પણ વાંચો: દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ, ડેટામાંથી કોના હટાવાયા નામ? UIDAIએ આપી માહિતી

આ વર્ષની શરૂઆતમાં એપ્રિમલમાં કેરળમાં એક અબજોપતિ વેણુ ગોપાલકૃષ્ણને તેની લેમ્બોર્ગિની ઉરુસ પર્ફોર્મન્ટે માટે રૂ.45.99 લાખમાં VIP નંબર પ્લેટ, 'KL 07 DG 0007' ખરીદી હતી. આ નંબર માટે બોલી રૂ.25,000 થી શરૂ થઈ હતી.