Get The App

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં પર્યટકોને લઈ જતી કાર ખીણમાં ખાબકી, 3ના મોત, 14 ઈજાગ્રસ્ત

Updated: Mar 23rd, 2025

GS TEAM

Google News
Google News
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં પર્યટકોને લઈ જતી કાર ખીણમાં ખાબકી, 3ના મોત, 14 ઈજાગ્રસ્ત 1 - image

Jammu and Kashmir Road Accident: જમ્મુ- કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગુંડ કંગન વિસ્તાર નજીક એક રોડ અકસ્માતમાં ત્રણ પર્યટકોના મોત થયા હોવાના સમાચાર છે, જ્યારે અન્ય 14 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી પ્રમાણે ટોયોટા ઇટિઓસ કાર બસ સાથે અથડાતાં આ ભયાનક અકસ્માત થયો હતો. આ દરમિયાન બસે કાબુ ગુમાવી દીધો હતો જેના કારણે બસ ખાડામાં પડી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ પ્રવાસીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 14  લોકો ઘાયલ થયા હતાં. જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: વાજતે-ગાજતે અંતિમ યાત્રા, દાહ સંસ્કાર પહેલાં જ મડદો ઊઠીને ભાગ્યો, 427 વર્ષ જૂની પરંપરા

કેટલાક ઘાયલોની હાલત ગંભીર

દુર્ઘટનામાં ઘાયલ થયેલામાંથી કેટલાક લોકોની હાલત ખૂબ જ ગંભીર હોવાનું કહેવાય છે. દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, હજુ સુધી ઘાયલોની ઓળખ થઈ શકી નથી. પરંતુ અધિકારીઓનું કહેવું છે કે, તમામ ઘાયલ મુસાફરોની સારવાર ચાલી રહી છે. પ્રાથમિક તપાસ પ્રમાણે કારની સ્પીડ વધારે હતી અને વરસાદને કારણે રસ્તો ભીનો હતો, જેના કારણે આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે. 

આ પણ વાંચો: VIDEO : 100 ફૂટ ઊંચો રથ પડતાં ઉત્સવ માતમમાં ફેરવાયો, એકનું મોત અનેક ઈજાગ્રસ્ત

રામબનમાં વાહન ખાડામાં પડ્યું, બે લોકોના મોત

આ દરમિયાન શનિવારે જમ્મુ -કાશ્મીરના રામબન જિલ્લામાં શાકભાજી લઈ જતું એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં પડી ગયું, જેમાં બે લોકોના મોત થયા. પોલીસ અધિકારીએ આ માહિતી આપતાં કહ્યું કે, ડ્રાઈવર અર્શીદ અહેમદ અને તેમના સહાયક સેવા સિંહ (લગભગ 30 વર્ષ) શાકભાજી લઈને તેમના ગામ ઉખરલ પોગલ-પરિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બેટરી ચશ્મા નજીક આ દુર્ઘટના થઈ હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ અને સ્થાનિક સ્વયંસેવકોએ સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરી હતી અને સો ફૂટથી વધુ ઊંડી ખાઈમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા.