Get The App

આવતીકાલે ભારત આવશે બ્રિટિશ રૉયલ નેવીની ટીમ, 21 દિવસથી બંધ પડેલા F-35B ફાઈટર જેટને શિફ્ટ કરવાની તૈયારી

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
આવતીકાલે ભારત આવશે બ્રિટિશ રૉયલ નેવીની ટીમ, 21 દિવસથી બંધ પડેલા F-35B ફાઈટર જેટને શિફ્ટ કરવાની તૈયારી 1 - image


Thiruvananthapuram airport : બ્રિટેનની રૉયલ નેવીનું F-35B ફાઈટર જેટ છેલ્લા 21 દિવસોથી તિરુવનંતપુરમ એરપોર્ટ પર બંધ હાલત છે, ત્યારે હવે ફાઈટર જેટને શિફ્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એક બ્રિટિશ એરક્રાફ્ટ કેરિયર આવતીકાલે રવિવારે (6 જુલાઈ) તિરુવનંતપુરમ પહોંચશે. આમાં લગભગ 25 ટેકનિકલ નિષ્ણાતો ભાગ લેશે, જેઓ આ ફાઇટર એરક્રાફ્ટમાં રહેલી ખામીઓનું મૂલ્યાંકન કરશે.

21 દિવસથી બંધ છે F-35B ફાઈટર જેટ

મળતી માહિતી મુજબ, બ્રિટિશ ટેકનિશિયનો નક્કી કરશે કે આ  F-35B જેટનું ભારતમાં સમારકામ કરી શકાય છે કે તેને બ્રિટન પાછું લઈ જવું પડશે. ભારતે નજીકના MRO (જાળવણી, સમારકામ અને ઓવરહોલ) સુવિધામાં તેનું સમારકામ કરવાની પણ ઓફર કરી હતી. અહેવાલો મુજબ, જો જરૂર પડે તો  F-35B ને આંશિકરૂપે ખોલીને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના માધ્યમથી બ્રિટેન મોકલી શકાય. 

આવતીકાલે ભારત આવશે બ્રિટિશ રૉયલ નેવીની ટીમ, 21 દિવસથી બંધ પડેલા F-35B ફાઈટર જેટને શિફ્ટ કરવાની તૈયારી 2 - image

14 જૂને ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતુ

બ્રિટિશ રૉયલ નેવીનું આ ફાઈટર જેટ HMS Prince of Wales કેરિયર સ્ટ્રાઈક ગ્રુપનો ભાગ છે. જેમાં હત 14 જૂનના રોજ ટેક્નિકલ ખામીના કારણે તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આ પછી ફાઈટર જેટને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યું છે. 

આવતીકાલે ભારત આવશે બ્રિટિશ રૉયલ નેવીની ટીમ, 21 દિવસથી બંધ પડેલા F-35B ફાઈટર જેટને શિફ્ટ કરવાની તૈયારી 3 - image

બ્રિટિશ હાઈ કમિશન મુજબ, ભારત સરકારની તરફથી વિમાનને એરપોર્ટ સ્થિત MRO ફેસિલિટિમાં શિક્ટ કરવાના પ્રસ્તાવને સ્વીકારી લેવામાં આવ્યો છે. બ્રિટિશ એન્જિનિયરોના આગમન પછી, વિમાનને હેંગરમાં લઈ જવામાં આવશે. જેથી અન્ય વિમાનોના સમયપત્રકમાં કોઈ વિક્ષેપ ન પડે.

આ પણ વાંચો: થૂંક જિહાદ! લખનઉમાં થૂંકીને દૂધ આપવાનો વીડિયો આવ્યો સામે, સાચી ઓળખ પણ છૂપાવી હોવાનો પર્દાફાશ

ઉલ્લેખનીય છે કે, F-35B લાઈટનિંગ એ વિશ્વનું સૌથી આધુનિક પાંચમી પેઢીનું ફાઈટર જેટ છે, જેની કિંમત લગભગ 110 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ.915 કરોડ છે. તે શોર્ટ ટેક-ઓફ અને વર્ટિકલ લેન્ડિંગ (STOVL) ક્ષમતાથી સજ્જ છે અને મર્યાદિત વિસ્તારવાળા નાના ડેક અથવા બેઝ પરથી ઉડાન ભરવામાં સક્ષમ છે. ઇમરજન્સી લેન્ડિંગના થોડા દિવસો પછી, ભારતીય વાયુસેનાએ કહ્યું હતું કે, તે બ્રિટિશ ટીમને વિમાનનું સમારકામ કરવા અને તેના પરત ફરવાની ખાતરી કરવા માટે તમામ શક્ય સહાય પૂરી પાડશે.


Tags :