India

જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા

By GS Team
12 Oct 20261 min read
TukuTouch Logo
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જંતર મંતરને ધરણાં સ્થળોની યાદીમાંથી હટાવી દીધું છે. હવે દિલ્હીમાં જંતર મંતર ખાતે કોઈ ધરણાં-પ્રદર્શન નહીં થઈ શકે. મંત્રાલયે રામલીલા મેદાન, બુરાડી મેદાન અને સીબીડી ગ્રાઉન્ડ – આ 3 સ્થળોને જ ધરણાં માટે માન્ય રાખ્યા છે. આ નિર્ણયથી રાજધાનીમાં પ્રદર્શનો માટેના સ્થળો સીમિત બન્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા

Jantar Mantar Protest : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લેતાં ધરણાં કરવાના સ્થળોની યાદીમાંથી જંતર મંતરને બહાર કરી દીધું છે એટલે કે હવે જંતર મંતર ખાતે ધરણાં પ્રદર્શન નહીં કરી શકાય. હવે દિલ્હીમાં ત્રણ સ્થળોએ જ ધરણાં કરી શકાશે જેમાં એક રામલીલા મેદા, બીજું બુરાડી મેદાન અને સીબીડી ગ્રાઉન્ડ સ્થળને જ ધરણાં સ્થળોની યાદીમાં ફાઇનલ કરી દેવાયા છે.

ઉલ્લેખનીય છે કે સીજેપી દ્વારા પણ ફરી એકવાર જંતર મંતર ખાતે દેખાવો કરવાની મંજૂરી માગવામાં આવી રહી હતી અને દિલ્હી પોલીસને આ મામલે નિર્ણય લેવા અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું હતું. જોકે ગૃહ મંત્રાલય તરફથી આ પ્રકારની નોટિફિકેશન જાહેર કરી દેવાતા હવે સીજેપીના દેખાવોના પ્લાનમાં ફેરફાર કરવાની ફરજ પડી શકે છે.

ગૃહ મંત્રાલયના નિર્ણયની અસર સમજો

beeimgtmp-20261012-134311.png