Goa Zilla Panchayat Election Results : મહારાષ્ટ્ર બાદ ગોવામાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. જેમાં ગોવામાં જિલ્લા પંચાયતની 50 બેઠક પર થયેલી ચૂંટણીનું પરિણામ આજે (22 ડિસેમ્બર) જાહેર થયું છે.
ગોવામાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપની જીત
ગોવામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 30 બેઠક પોતાના નામે કરીને જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને 8 બેઠક મળી હતી. તેમજ AAPને 2, અપક્ષને 5 બેઠક મળી હતી. તમને જણાવી દઈએ કે, ગત 20 ડિસેમ્બરના રોજ યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગોવામાં 71% મતદાન નોંધાયું હતું. જેમાં કુલ 226 ઉમેદવારોની કિસ્મત બેલેટ બોક્સમાં બંધ થઈ હતી.
50 બેઠકો માટે 1,284 મતદાન મથકો પર મતદાન થયું હતું. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આશરે 8 લાખ મતદારોમાંથી 70.81 % લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો: ભાજપ 40 વર્ષમાં પહેલીવાર આ બેઠક પર જીત્યો, ઉમેદવાર ફક્ત 103 વોટના અંતરથી વિજયી
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી પરિણામ
કુલ બેઠક : 50/50
ભાજપ: 30
કોંગ્રેસ: 8
અપક્ષ: 5
MGP (મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી): 2
AAP (આમ આદમી પાર્ટી): 2
RGP (રિવોલ્યુશનરી ગોવાન્સ પાર્ટી): 2
GFP (ગોવા ફોરવર્ડ પાર્ટી): 1


