Get The App

બિહારમાં ભાજપની બમ્પર જીતનો 2 લોકોને થશે મોટો ફાયદો, ગૃહમંત્રીએ કર્યો હતો વાયદો!

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
બિહારમાં ભાજપની બમ્પર જીતનો 2 લોકોને થશે મોટો ફાયદો, ગૃહમંત્રીએ કર્યો હતો વાયદો! 1 - image

Bihar Election 2025 : બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA(નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)એ શાનદાર જીત મેળવી છે. ચૂંટણીના પરિણામ પ્રમાણે બિહારમાં NDA 202 બેઠક પર જીત સાથે ફરી સરકાર બનાવશે. NDAની પાર્ટી ભાજપ 89 બેઠકો પર જીત સાથે રાજ્યની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. ત્યારે બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહાર ભાજપના બે નેતાઓ માટે ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા હતા ત્યારે તેમણે તે મતવિસ્તારના લોકોને પ્રચંડ બહુમતીથી જીત અપાવવાની અપીલ કરી હતી. બદલામાં તેમણે આ બંને નેતાઓને 'મોટા માણસ' બનાવવાનો વાયદો કર્યો હતો. તેમાં પહેલું નામ બિહાર સરકારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીનું છે. બીજું નામ સીતામઢીથી ચૂંટણી લડી રહેલા સુનીલ કુમાર પિન્ટુનું છે. 

સમ્રાટ ચૌધરીને પ્રચંડ બહુમતીથી જીતાડો

તારાપુરથી વિધાનસભા ચૂંટણી લડી રહેલા સમ્રાટ ચૌધરીના પક્ષમાં જ્યારે તેઓ મુંગેર પહોંચ્યા હતા, ત્યારે તેમણે લોકોને ભાજપને મત આપવા અપીલ કરી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, તમે વિશ્વાસ રાખો. સમ્રાટ ચૌધરીને પ્રચંડ બહુમતીથી જીતાડો. મોદી જી, સમ્રાટ ચૌધરીને મોટો માણસ બનાવો. આ ઉપરાંત તેમણે મુંગેરમાં થયેલા વિકાસ કાર્યોની પણ વિગતવાર માહિતી આપી હતી. આ સાથે જ જણાવ્યું હતું કે, ડબલ-એન્જિન સરકારથી બિહારને કેવી રીતે ફાયદો મળી રહ્યો છે.

અમે તેમને મોટો માણસ બનાવીશું

બીજી તરફ  સીતામઢીથી ચૂંટણી લડી રહેલા સુનીલ કુમાર પિન્ટુના પક્ષમાં પ્રચાર કરવા માટે પહોંચેલા અમિત શાહે તેમને પોતાના મિત્ર ગણાવ્યા હતા. લોકોને અપીલ કરતાં તેમણે કહ્યું હતું કે, 'સુનીલ કુમાર પિન્ટુ મારા મિત્ર છે. તમે તેને પ્રચંડ બહુમતીથી જીતાડો. અમે તેમને મોટો માણસ બનાવીશું.'

આ પણ વાંચો: મહિલાઓથી માંડી જાતિગત સમીકરણ સુધી...' બિહારમાં NDA ની બમ્પર જીતના 5 કારણો

તમને જણાવી દઈએ કે, તારાપુરમાં સમ્રાટ ચૌધરીએ આરજેડીના અરુણ કુમારને 45,843 મતોથી હરાવ્યા છે. અહીં ભાજપને 1,22,480 મત મળ્યા હતા. બીજી તરફ અરુણ કુમારને 76,637 મત મળ્યા હતા. સીતામઢીમાં ભાજપના પ્રતીક પર ચૂંટણી લડી રહેલા સુનીલ કુમાર પિન્ટુને 1,04,226 મત મળ્યા હતા. તેમણે આરજેડી ઉમેદવાર સુનીલ કુમારને 5,562 મતોથી હરાવ્યા હતા.

Tags :