India

કેરલમમાં ભાજપનું ખાતું ખુલ્યું, ડાબેરીઓના અભેદ્ય ગઢમાં મેળવી શાનદાર જીત

By GS TEAM
4 May 20262 mins read
TukuTouch Logo
કેરલમ વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભલે કોંગ્રેસ ગઠબંધન UDFની ભવ્ય જીત થઈ હોય, પરંતુ ભાજપે પોતાનું ખાતું ખોલાવવાની સાથે ડાબેરીઓના ગઢમાં ગાબડું પણ પાડીને ડબલ ફાયદો હાંસલ કરી લીધો છે. ભાજપના ઉમેદવાર બી.બી.ગોપકુમારે ડાબેરીઓની ગઢ ચથન્નૂર બેઠકમાં ગાબડું પાડીને ચાર હજાર મતોથી જીત મેળવી છે. અગાઉ 2021ની વિધાનસભા ચૂંટણીમાં લેફ્ટે આ બેઠક 17 હજાર મતોથી જીતી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

કેરલમમાં ભાજપનું ખાતું ખુલ્યું, ડાબેરીઓના અભેદ્ય ગઢમાં મેળવી શાનદાર જીત

Kerala Assembly Election Results 2026 : કેરલમ વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભલે કોંગ્રેસ ગઠબંધન UDFની ભવ્ય જીત થઈ હોય, પરંતુ ભાજપે પોતાનું ખાતું ખોલાવવાની સાથે ડાબેરીઓના ગઢમાં ગાબડું પણ પાડીને ડબલ ફાયદો હાંસલ કરી લીધો છે. ભાજપના ઉમેદવાર બી. બી. ગોપકુમારે ડાબેરીઓની ગઢ ચથન્નૂર બેઠકમાં ગાબડું પાડીને ચાર હજાર મતોથી જીત મેળવી છે. અગાઉ 2021ની વિધાનસભા ચૂંટણીમાં લેફ્ટે આ બેઠક 17 હજાર મતોથી જીતી હતી.

BJP ઉમેદવારને 50,000 મત, AAPને 613 મત મળ્યા

ચથન્નૂર બેઠક પર ભાજપ ઉમેદવાર બી. બી. ગોપકુમાર 50 હજારથી વધુ મતો, બીજા નંબરે સીપીઆઇના આર. રાજેન્દ્રન 47,000થી વધુ મતો, ત્રીજા નંબરે કોંગ્રેસના ઉમેદવાર સૂરજ રવીને 35,000થી વધુ મતોથી આગળ છે. છે. સૌથી મોટો ઝટકો આમ આદમી પાર્ટીને લાગ્યો છે, કારણ કે આ બેઠક પર AAP ઉમેદવાર અરૂણને માત્ર 627 મત મળ્યા છે.

આ પણ વાંચો : કેજરીવાલને ઝટકો, આસામમાં ચૂંટણી લડનાર AAPની દયનીય હાલત, 1%થી પણ ઓછા વોટ મળ્યાં

કેરલમમાં બનશે કોંગ્રેસની સરકાર

કેરલમની કુલ 140 વિધાનસધા બેઠકોના પરિણામ સામે આવ્યા છે, જેમાં કોંગ્રેસના ગઠબંધન યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) 100 બેઠક પર, સીપીઆઇએમની આગેવાની હેઠળના શાસક ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) 35 બેઠકો, ભાજપ બે બેઠકો પર અને અન્ય પક્ષો ત્રણ બેઠકો પર આગળ છે.

3 રાજ્યમાં ભાજપ, 1માં કોંગ્રેસ, 1માં TVK

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃમણૂલ કોંગ્રેસ(TMC)ને મોટી પછડાટ આપીને કમળ ખીલ્યું છે, તો તમિલનાડુમાં પહેલી વખત ચૂંટણી લડનાર અભિનેતા થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેત્રી કડગમે (TVK) રાજ્યની સત્તા સુધી પહોંચી ગયા છે. આ ઉપરાંત કેરલમમાં કોંગ્રેસના ગઠબંધન યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે(UDF) સીપીઆઇએમની આગેવાની હેઠળના શાસક ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) પાસેથી સત્તા આંચકી લીધી છે. જ્યારે આસામમાં અને પુડુચેરીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે.

આ પણ વાંચો : કોંગ્રેસ 'ગઢ' પણ ના જીતી શકી અને 'સિંહ' પણ ગુમાવ્યો! આસામ ચૂંટણીમાં મોટો ઝટકો