Get The App

ભાજપના મંત્રી નિતેશ રાણેનું વિવાદિત નિવેદન, હિન્દુઓને મુસ્લિમો વિરુદ્ધ ભડકાવવા પ્રયાસ

Updated: Jan 11th, 2025

GS TEAM


Google News
Google News
ભાજપના મંત્રી નિતેશ રાણેનું  વિવાદિત નિવેદન, હિન્દુઓને મુસ્લિમો વિરુદ્ધ ભડકાવવા પ્રયાસ 1 - image


BJP MLA Nitesh Rane Controversial Statement: ભાજપ નેતા નિતેશ રાણેએ ઈવીએમનું 'એવરી વોટ અગેઇન્સ્ટ મુલ્લા' એટલે કે દરેક મત મુલ્લા વિરૂદ્ધ એવી વ્યાખ્યા કરીને વધુ એક વિવાદ છેડયો છે. સાંગલીમાં હિન્દુ ગર્જના સભાને સંબોધન કરતા મહારાષ્ટ્રના મત્સ્યપાલન અને બંદર પ્રધાન નિતેશ રાણેએ કહ્યું કે, ‘હા, અમે ઇવીએમ એમએલએ છીએ, પણ ઇવીએમનો અર્થ છે એવરી વોટ અગેઇન્સ્ટ મુલ્લા'. હિન્દુ સમાજે એક થઈને મત આપ્યો હતો તે હકીકત પચાવી નહીં શકતા વિપક્ષી નેતાએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

નિતેશ રાણેનું વિવાદાસ્પદ નિવેદન

રાણેએ કહ્યું કે,‘ચૂંટણી જીતવા અમને મુસલમાનોના મતની જરૂર નથી. હું મુસ્લિમ સમાજ પાસે મત માગવા નહોતો ગયો. મેં તેમને કહ્યું હતું કે, તમારે જે કરવું હોય તે કરો. હિન્દુ સમાજ આ વખતે જાગૃત છે અને અમને જીતાડ્યા છે.’ આ સિવાય નિતેશ રાણેએ વિપક્ષ પર ચોંકાવનારા આરોપ પણ મૂક્યા હતાં. રાણેએ કહ્યું કે, 'આ વખતે મને હરાવવાની યોજના ઘડવામાં આવી હતી. મને હરાવવા માટે સાઉદી અને મુંબઈથી ભંડોળ ભેગું કરવામાં આવ્યું હતું. 

આ પણ વાંચોઃ કેરળમાં મહિલા ખેલાડી પર 2 વર્ષ સુધી દુષ્કર્મ, કોચ સહિત 60થી વધુ લોકો આરોપી, 6ની ધરપકડ

વિવાદિત નિવેદનનો ઈતિહાસ

નિતેશ રાણેએ થોડા દિવસ અગાઉ પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, 'કેરળ મિનિ પાકિસ્તાન હોવાથી રાહુલ અને પ્રિયંકા ત્યાંથી ચૂંટાય છે. તેમને આતંકવાદીઓના મત મળે છે.' જોકે, રાણેના આ નિવેદનથી હોબાળો થતાં તેઓએ સ્પષ્ટ કર્યું કે, મેં કેરળની પરિસ્થિતિની સરખામણી પાકિસ્તાન સાથે કરી હતી. કેરળમાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે. હિન્દુઓની વસતી ત્યાં ઘટી રહી છે અને તેની તમામ લોકોએ ચિંતા કરવી જોઈએ.

આ પણ વાંચોઃ માથામાં ગોળી વાગતાં ઘરમાં ઢળી પડ્યાં AAPના ધારાસભ્ય, પોલીસ તપાસમાં શું બહાર આવ્યું?

કોણ છે નિતેશ રાણે? 

નિતેશ કંકાવલી મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય છે તેમના મોટાભાઈ નિલેશ કુંડાલના પણ ધારાસભ્ય છે. આ સિવાય તેમના પિતા નારાયણ રત્નાગિરિ સિંધુદુર્ગના સાંસદ છે. તે અવાર-નવાર પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. નિતેશ રાણે પર વિવાદિત નિવેદન અને અન્ય કારણોસર 38 એફઆઈઆર નોંધાઈ ચુકી છે. 

Tags :