Get The App

કેરળમાં મહિલા ખેલાડી પર 2 વર્ષ સુધી દુષ્કર્મ, કોચ સહિત 60થી વધુ લોકો આરોપી, 6ની ધરપકડ

Updated: Jan 11th, 2025

GS TEAM


Google News
Google News
કેરળમાં મહિલા ખેલાડી પર 2 વર્ષ સુધી દુષ્કર્મ, કોચ સહિત 60થી વધુ લોકો આરોપી, 6ની ધરપકડ 1 - image


Image: Freepik

Rape Case in Kerala: કેરળના પથાનામથિટ્ટામાં 2 વર્ષ સુધી એક મહિલા ખેલાડી પર ઘણી વખત દુષ્કર્મ કર્યાંનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ મામલે 4 એફઆઈઆર નોંધી છે અને 6 લોકોની ધરપકડ થઈ છે. આ મામલે 60થી વધુ લોકોના સામેલ થવાની શંકા છે. પોલીસના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે 'પીડિતા બે મહિના પહેલા જ 18 વર્ષની થઈ છે. આરોપ છે કે 16 વર્ષની ઉંમરથી જ તેની પર ઘણી વખત દુષ્કર્મ કરવામાં આવ્યું. આ મામલો તે સમયે સામે આવ્યો જ્યારે બાળ કલ્યાણ સમિતિ તરફથી કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું હતું. શૈક્ષણિક સંસ્થામાં પીડિતાના ટીચર્સ તરફથી ફરિયાદ કરવામાં આવી હતી કે તેના વર્તનમાં ફેરફાર આવી રહ્યો છે.'

પથાનામથિટ્ટા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ રાજીવે જણાવ્યું કે 'કિશોરીએ સ્કુલ કાઉન્સેલિંગ સેશન દરમિયાન યૌન શોષણ વિશે જણાવ્યું. તે બાદ બાળ કલ્યાણ સમિતિ તરફથી પોલીસમાં મામલો નોંધવામાં આવ્યો. યુવતી એક ખેલાડી છે જેની સાથે પથાનામથિટ્ટામાં રમત શિબિરો સહિત ઘણા સ્થળો પર કોચ, સહાધ્યાયી અને સ્થાનિક રહેવાસીઓએ દુર્વ્યવહાર કર્યો હતો.' રિપોર્ટમાં પોલીસના હવાલાથી જણાવાયું કે પીડિતાની પાસે પોતાનો ફોન નથી. તેણે પોતાના પિતાના મોબાઈલમાં લગભગ 40 લોકોના નંબર સેવ કર્યાં હતાં, જેણે તેની સાથે દુર્વ્યવહાર કર્યો.

આ પણ વાંચો: ભાજપ નેતાના ઘરે દરોડામાં 4 મગર મળી આવતા IT વિભાગના અધિકારીઓ પણ ફફડી ગયા

મનોવિજ્ઞાની પાસે પીડિતાને મોકલવામાં આવી

બાળ કલ્યાણ સમિતિના સભ્ય યુવતીએ એક મનોવિજ્ઞાની પાસે પણ લઈને ગયા હતા. જેનો હેતુ એ જાણવાનો હતો કે તેના આરોપ સાચા છે કે ખોટા. બીજી તરફ કેરળ હાઈકોર્ટે યૌન શોષણના મામલે મુખ્ય આરોપી બોબી ચેમ્મનૂર તરફથી દાખલ જામીન અરજીની સુનાવણી 14 જાન્યુઆરી સુધી સ્થગિત કરી દીધી. ચેમ્મનૂરની એક મલયાલમ અભિનેત્રી તરફથી તેના વિરુદ્ધ દાખલ યૌન શોષણ મામલે ધરપકડ કરવામાં આવી હતી. જિલ્લા જેલમાં કેદ ચેમ્મનૂરે ત્યારે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, જ્યારે એર્નાકુલમ જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વિતીયએ તેને જામીન આપવાની ઈનકાર કરી દીધો હતો. તે બાદ તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. અરજી પર વિચાર કરતાં જસ્ટિસ કુન્હિકૃષ્ણને કહ્યું કે 'ચેમ્મનૂરના મામલે કોઈ વિશેષ વિચાર કરી શકાય નહીં.'

Tags :