મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં VIDEO વાયરલ થતાં ભાજપ નેતાને પાર્ટીમાંથી તગેડી મૂકાયા
BJP Uttar Pradesh: ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના ભાજપ અધ્યક્ષ અમર કિશોર કશ્યપને પાર્ટીમાંથી હાંકી કાઢવામં આવ્યો છે. પાર્ટી ઑફિસમાં મહિલા સાથે તેમનો એક વીડિયો વાયરલ થયો હતો, જેને લઈને ખૂબ હોબાળો થયો હતો. નોટિસ બાદ સંતોષજનક જવાબ ન મળતાં કશ્યપ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પ્રદેશ મહામંત્રી ગોબિંદ નારાયણ શુક્લાએ બરતરફીનો એક પત્ર પણ જાહેર કર્યો છે.
પાર્ટીમાંથી બરતરફ કરાયા
જણાવી દઈએ કે, અમર કિશોર કશ્યપ પર આ કાર્યવાહી ઉત્તર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીના નિર્દેશ પર કરવામાં આવી છે. પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલા બરતરફીના પત્રમાં લખ્યું છે કે, 'તમારી સામે કારણ જણાવો નોટિસ જાહેર કરવામાં આવી હતી કે, તમે પ્રદેશ કાર્યાલયને પોતાનું સ્પષ્ટીકરણ આપો. પરંતુ, તમારા દ્વારા મોકલવામાં આવેલું સ્પષ્ટીકરણ સંતોષકારક નથી. જેથી અનેક વિચાર-વિમર્શ બાદ પ્રદેશ અધ્યક્ષના નિર્દેશ પર તમને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ હવે 4 નહીં પણ 24 કલાક પહેલા ખબર પડી જશે ટિકિટ કન્ફર્મ થઈ કે નહીં! રેલવેએ શરૂ કરી ટ્રાયલ
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વાંધાનજક વીડિયો
નોંધનીય છે કે, થોડા દિવસો પહેલાં અમર કશ્યપ ઉર્ફે બમબમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે પાર્ટી ઑફિસમાં એક મહિલા કાર્યકર્તા સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળે છે. વીડિયો 12 મેનો જણાવવામાં આવી રહ્યો છે, જે પાર્ટી ઑફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ વીડિયો વાયરલ થતાં જ ભાજપ નેતાની હરકત જિલ્લાથી લઈને પ્રદેશ સ્તર સુધી ચર્ચાનો વિષય બની હતી.
વાયરલ વીડિયો પર અમર કિશોર કશ્યપે કહ્યું કે, વીડિયોમાં જોવા મળી રહેલી મહિલા ભાજપની કાર્યકર્તા છે, જેની તબિયત ખરાબ હોવાના કારણે મેં ફક્ત તેને સહારો આપ્યો હતો. તે સમયે તે બેભાન થઈને પડવા લાગી હતી. તેને બચાવવા માટે પકડવું જરૂરી હતું. જો સહારો આપવો ખોટું છે તો મેં ખોટું કર્યું છે.'