Get The App

'રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતા છુપાવે છે', વોટ ચોરીના સનસનીખેજ આરોપો બાદ ભાજપનો જવાબ

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
'રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતા છુપાવે છે', વોટ ચોરીના સનસનીખેજ આરોપો બાદ ભાજપનો જવાબ 1 - image


BJP Respond Rahul Gandhi Vote Chori Allegations: ભાજપના કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હરિયાણા ચૂંટણીમાં વોટ ચોરીના આરોપ પર વળતો પ્રહાર કર્યો છે. ભાજપ નેતા કિરેન રિજિજૂએ રાહુલ ગાંધીના આરોપોને નકારતા તેમની પ્રેસ કોન્ફરન્સને નિષ્ફળતા સંતાડવાનો પ્રયાસ જણાવી દીધો છે. તેમણે કહ્યું કે, કોઈ પીપીટી બનાવીને આપી દે છે અને રાહુલ ગાંધી તેને બતાવીને ભાગી જાય છે. બિહારમાં બે દિવસ બાદ મતદાન છે પરંતુ, રાહુલ ગાંધી હરિયાણાની કહાણી સંભળાવી રહ્યા છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, બિહારમાં તો મુદ્દા બચ્યા નથી, તેથી ધ્યાન ભટકાવા માટે હરિયાણાનો મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ બિહારમાં મતદાન પહેલા જ પ્રશાંત કિશોરને ઝટકો, મુંગેરના ઉમેદવાર સંજય સિંહના કેસરિયા

અમે ચૂંટણી પંચને ગાળ નથી આપીઃ રિજિજૂ

ભાજપ નેતાએ કહ્યું કે, રાહુલ ગાંધીના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ જીતી રહી હતી. 2004ની ચૂંટણી દરમિયાન પણ એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ ભાજપ અને એનડીએને જીતાડી રહ્યા હતા. પરંતુ, મત ગણતરીના પરિણામમાં એનડીએ હારી ગયું. અમે પરિણામનો સ્વીકાર કર્યો અને યુપીએને શુભકામના પાઠવી, અમે ચૂંટણી પંચને ગાળ નથી આપી. લોકતંત્રમાં જીત અને હાર બંનેનો સ્વીકાર કરવો પડે છે. પરંતુ, એક્ઝિટ પોલ જ્યારે કોંગ્રેસના પક્ષમાં હોય ત્યારે તે વાહવાહી કરે છે અને જ્યારે વિરોધમાં જ્યારે ત્યારે મીડિયાને ગાળો ભાંડે છે. ભાજપની શક્તિ તેના કાર્યકર્તાઓ છે. અમે સતત સંઘર્ષ કરીને જીત હાંસલ કરી છે. 

આ પણ વાંચોઃ યુપીમાં મોટી દુર્ઘટના, પાટા ઓળંગતા શ્રદ્ધાળુઓ એક્સપ્રેસ ટ્રેન નીચે કચડાયા, 4 લોકોના મોત

કોંગ્રેસ નેતાએ કરી હતી હારની ભવિષ્યવાણી

કિરેન રિજિજૂએ કહ્યું કે, હરિયાણામાં ચૂંટણી ચાલી રહી હતી, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કુમારી શૈલજાએ ખુદ કહ્યું હતું કે, કોંગ્રેસ ત્યાં નહીં જીતી શકે. કારણ કે, તેમના પોતાના નેતા જ પાર્ટીને હરાવવા ઈચ્છે છે. ત્યાર બાદ કોંગ્રેસના એક પૂર્વ મંત્રીએ રાજીનામું આપીને સ્પષ્ટ કહ્યું કે, કોંગ્રેસ હરિયાણામાં એટલે હારી કારણ કે, નેતા જમીન પર કામ નહતા કરી રહ્યા. પ્રદેશ અધ્યક્ષ રાવ નરેન્દ્રએ માન્યું કે, કોંગ્રેસ પાર્ટી ગ્રાસરૂટ પર તાલમેલ નથી બેસાડી શકતી, તો પછી કોંગ્રેસ કેવી રીતે જીતી શકે? હરિયાણામાં વોટ ચોરી થઈ તો પોલિંગ એજન્ટે વાંધો કેમ ન ઉઠાવ્યો? વોટર લિસ્ટમાંથી નામ રદ કર્યા બાદ નામ જોડાઈ શકે તેવી પણ વ્યવસ્થા છે. તેમના પોતાના નેતા કહી રહ્યા છે કે, કોંગ્રેસ પોતાના કારણે હારી છે, જોકે રાહુલ ગાંધીનું કહેવું છે કે તે વોટ ચોરીના કારણે હાર્યા. આમા કોના પર વિશ્વાસ કરવો? 

Tags :