India

ગુજરાત-બિહારના પ્રવાસીઓ માટે રેલવેની મોટી જાહેરાત, સ્પેશિયલ ટ્રેનની કનેક્ટિવિટી વધારી

By GS TEAM
23 Jul 20252 mins read
TukuTouch Logo
ભારતીય રેલવે ગુજરાત અને બિહારનો પ્રવાસ કરનારાઓ મુસાફરો માટે મોટો નિર્ણય લીધો છે. રેલવેએ જયનગર-ઉધના સ્પેશિયલ ટ્રેનના ફેરાને બે મહિના સુધી લંબાવી દીધો છે. રેલવેના આ નિર્ણયના કારણે અમદાવાદ અને પશ્ચિમ ભારત જનારા મુસાફરોને મોટી રાહત મળશે. સૌથી વધુ બિહારથી ગુજરાત અને ગુજરાતથી બિહાર પ્રવાસ કરનારાઓને ફાયદો થશે. આ ઉપરાંત રેલવેએ પટણા-ઉધના અને ઉધના-પટણા ટ્રેનોના ફેરાને પણ લંબાવી દીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત-બિહારના પ્રવાસીઓ માટે રેલવેની મોટી જાહેરાત, સ્પેશિયલ ટ્રેનની કનેક્ટિવિટી વધારી

Bihar-Gujarat Train : ભારતીય રેલવે ગુજરાત અને બિહારનો પ્રવાસ કરનારાઓ મુસાફરો માટે મોટો નિર્ણય લીધો છે. રેલવેએ જયનગર-ઉધના સ્પેશિયલ ટ્રેનના ફેરાને બે મહિના સુધી લંબાવી દીધો છે. રેલવેના આ નિર્ણયના કારણે અમદાવાદ અને પશ્ચિમ ભારત જનારા મુસાફરોને મોટી રાહત મળશે. સૌથી વધુ બિહારથી ગુજરાત અને ગુજરાતથી બિહાર પ્રવાસ કરનારાઓને ફાયદો થશે. આ ઉપરાંત રેલવેએ પટણા-ઉધના અને ઉધના-પટણા ટ્રેનોના ફેરાને પણ લંબાવી દીધો છે.

બે મહિના લંબાવાઈ સ્પેશિયલ ટ્રેન

રેલવેએ કહ્યું છે કે, ‘ટ્રેન નંબર 09031/32 જયનગર-ઉધના-જયનગર સ્પેશિયલ ટ્રેનના ફેરાને લંબાવી દેવાયો છે. આ ટ્રેન અગાઉ 27 જુલાઈ સુધી જ દોડાવાની હતી, જોકે હવે તેને બે મહિના લંબાવી 28 અને 29 સપ્ટેમ્બર સુધી દોડાવવાનો નિર્ણય કરાયો છે.’ રેલવેના આ નિર્ણયના કારણે બિહારથી ગુજરાત આવતા મુસાફરોને લાભ મળશે. એટલે કે રોજગાર, વેપાર અથવા પારિવારિક કારણોસર અમદાવાદ, સુરત અને ઉધના તરફ નિયમિત પ્રવાસ કરનારાઓને તેનો ફાયદો થશે.’

આ પણ વાંચો : 'મેડે...', અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, ફ્લાઈટના એન્જિનમાં લાગી અચાનક આગ

પટણા-ઉધના ટ્રેનના ફેરામાં પણ વધારો

આ ટ્રેન સપ્તાહમાં બે દિવસ શનિવારે અને રવિવારે જયનગરથી રવાના થતી હતી અને એક્સપ્રેસ ટ્રેન તરીકે સાપ્તાહિત દોડાવાતી હતી, ત્યારે રેલવે ફેરો વધારવાનો જુલાઈમાં બીજી વખત નિર્ણય લીધો છે. આ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, રેલવે પ્રવાસીઓની માંગ અને ટ્રાફિકને ધ્યાને રાખી સમયે સમયે તેની સમીક્ષા કરી રહ્યું છે. આ ઉપરાંત પટણા-ઉધના અને ઉધના-પટણા એક્સપ્રેસ ટ્રેનોના ફેરામાં પણ વધારો કરાયો છે, જેના કાણે હવે બિહાર અને ગુજરાત વચ્ચેની કનેક્વિવિટી વધુ સુલભ થઈ જશે.

આ પણ વાંચો : ટ્રમ્પે 25મી વખત લીધો ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય, કહ્યું- 5 ફાઈટર જેટ તૂટ્યા, પરમાણુ યુદ્ધ થતાં રોક્યું