Get The App

રંગીન તસવીર, 100 ટકા વેબકાસ્ટિંગ અને એક બૂથ પર મહત્તમ 1200 વોટ: બિહાર ચૂંટણી અંગે મોટી જાહેરાત

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
રંગીન તસવીર, 100 ટકા વેબકાસ્ટિંગ અને એક બૂથ પર મહત્તમ 1200 વોટ: બિહાર ચૂંટણી અંગે મોટી જાહેરાત 1 - image

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બર, 2025 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે, અને તે પહેલાં જ રાજ્યમાં ચૂંટણીઓ યોજાશે. ચૂંટણી પંચે રવિવારે (પાંચ ઓક્ટોબર) પટનામાં પત્રકાર પરિષદ યોજીને આ અંગે સ્પષ્ટતા કરી હતી. આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે બિહારમાં ચૂંટણીની તૈયારીઓ માટે કરવામાં આવેલા મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરી હતી.

બિહારની નવી પહેલ હવે દેશભરમાં લાગુ થશે

પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, 'આગામી ચૂંટણીઓ માટે ચૂંટણી પંચ દ્વારા બિહારમાં શરૂ કરાયેલી નવી પહેલો હવે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.' આ ઉપરાંત તેમણે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દ્વારા મતદાર યાદી શુદ્ધ કરનારા બૂથ લેવલ ઓફિસર (BLO)નો આભાર માન્યો હતો.

ચૂંટણી પંચની આખી ટીમે બે દિવસ દરમિયાન પટનામાં રાજકીય પક્ષો, વહીવટી અધિકારીઓ, અમલીકરણ એજન્સીઓ, CEO, SPNO અને CAPF નોડલ અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી.

આ પણ વાંચો: સરકારી સહાયના નામે ભાજપ સરકારે કરી ક્રૂર મજાક, 6 લાખનો વાયદો કરી 5000ના ચેક પકડાવ્યા!

ચૂંટણી પંચના મુખ્ય નિર્ણયો

•મતદાર મથકોની સંખ્યા: બિહાર સિવાય દેશના કોઈપણ મતદાન મથક પર 1,200થી વધુ મતદારો રહેશે નહીં.

•વેબકાસ્ટિંગ: હવે દરેક મતદાન મથક પર 100% વેબકાસ્ટિંગ લાગુ કરવામાં આવશે. અગાઉ આ સુવિધા ઓછામાં ઓછા 50 તથા 60 ટકા બૂથ પર ઉપલબ્ધ હતી.

•મોબાઇલ ફોનની સુવિધા: મતદાન મથકોની બહાર મોબાઇલ ફોન જમા કરાવીને મતદાન કરવાની સુવિધા હવે ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનાથી મતદારોને સરળતા થશે.

•EVMમાં રંગીન વિગતો: EVMમાં વપરાતા મતપત્રો પહેલાં કાળા અને સફેદ હતા. હવે બિહાર ચૂંટણીથી શરૂ કરીને, સીરીયલ નંબરના ફોન્ટ અને ઉમેદવારોના ફોટા કલરફુલ હશે.

•BLO કાર્ડ: BLO મતદારોને વધુ સારી રીતે ઓળખી શકે તે માટે ID કાર્ડ રજૂ કરવામાં આવ્યા છે.

•મતગણતરી: હવે EVMના છેલ્લા બે રાઉન્ડ પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે.

•ડિજિટલ પ્લેટફોર્મ: બિહારમાં એક-સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ લાગુ કરવામાં આવશે.

•એજન્ટ તહેનાતી: દરેક ઉમેદવાર મતદાન મથકના 100 મીટરની અંદર પોતાના એજન્ટને તહેનાત કરી શકે છે.

મુખ્ય ચૂંટણી કમિશનરે ખાતરી આપી હતી કે ચૂંટણી પૂર્ણ થયા પછી મતદાન કરનારા લોકોની સંખ્યા, મતદાન કરનાર મહિલાઓની સંખ્યા અને મતદાન ટકાવારી અંગેની માહિતી પણ પૂરી પાડવામાં આવશે.

Tags :