India

બિહારમાં મહાગઠબંધનની મોટી મૂંઝવણ દૂર, સીટ વહેંચણી રાહુલ-તેજસ્વી વચ્ચે ડીલ ફાઇનલ!

By GS TEAM
19 Jun 20253 mins read
TukuTouch Logo
બિહાર ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. બંને ગઠબંધન ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. જેડીયુની આગેવાનીવાળી એનડીએ સરકાર હાલ વિવિધ યોજનાઓ દ્વારા રોકડની વહેંચણી અને વિવિધ શિલાન્યાસ કાર્યક્રમથી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન તેજસ્વી યાદવના નેતૃત્વવાળા ઇન્ડિયા ગઠબંધન 4 બેઠકો બાદ સીટ શેરિંગની ફોર્મ્યુલા નક્કી કરવાની પ્રક્રિયામાં લાગી ગઈ છે. તેજસ્વી યાદવે સહની અને પશુપતિ પારસ માટે કોંગ્રેસ અને વામદળો વચ્ચે સંમતિ બનાવી લીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બિહારમાં મહાગઠબંધનની મોટી મૂંઝવણ દૂર, સીટ વહેંચણી રાહુલ-તેજસ્વી વચ્ચે ડીલ ફાઇનલ!
Image: IANS

Bihar Election: બિહાર ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. બંને ગઠબંધન ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. જેડીયુની આગેવાનીવાળી એનડીએ સરકાર હાલ વિવિધ યોજનાઓ દ્વારા રોકડની વહેંચણી અને વિવિધ શિલાન્યાસ કાર્યક્રમથી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન તેજસ્વી યાદવના નેતૃત્વવાળા ઇન્ડિયા ગઠબંધન 4 બેઠકો બાદ સીટ શેરિંગની ફોર્મ્યુલા નક્કી કરવાની પ્રક્રિયામાં લાગી ગઈ છે. તેજસ્વી યાદવે સહની અને પશુપતિ પારસ માટે કોંગ્રેસ અને વામદળો વચ્ચે સંમતિ બનાવી લીધી છે. 

ફોર્મ્યુલા અનુસાર, કોંગ્રેસ અને આરજેડી આ વખતે 2020ની તુલનામાં ઓછી બેઠકો પર ચૂંટણી લડશે. વળી, સીપીઆઇ(માલે)ને ગઈ વખતની તુલનામાં આ વખતે વધુ બેઠક મળશે. જણાવી દઈએ કે, ઇન્ડિયા ગઠબંધનમાં સીટ શેરિંગને લઈને 12મી જૂને તેજસ્વી યાદવના ઘરે ચોથી બેઠક થઈ હતી. જેમાં તેજસ્વીએ તમામ પાર્ટી પાસેથી ચૂંટણી લડનારા ઉમેદવારોના નામ અને બેઠકોની વિગત માંગી હતી.

આ પણ વાંચોઃ કેદારનાથ જતા હેલિકોપ્ટરને વારંવાર અકસ્માતો નડી રહ્યા છે, જાણો તેની પાછળના 5 મુખ્ય કારણ

કોંગ્રેસ-સીપીઆઇ(માલે)એ તેજસ્વીને સોંપી યાદી

મીટિંગમાં કોંગ્રેસ અને સીપીઆઇ(માલે)એ બેઠકોની સંખ્યા અને પસંદ વિશે તેજસ્વીને માહિતી આપી હતી. કોંગ્રેસ પ્રભારી કૃષ્ણા અલ્લાવારુ, પ્રદેશ અધ્યક્ષ રાજેશ કુમાર અને પાર્ટીના ધારાસભ્ય દળના નેતા શકીલ ખાને લાલુ યાદવ અને તેજસ્વી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસે પોતાની બેઠકની યાદી આરજેડીને આપી હતી. મળતી માહિતી મુજબ, 2020માં જીતેલી 19 બેઠકો સિવાય 39 બેઠકોના નામ પણ આપવામાં આવ્યા છે. જેના પર તે ગત વર્ષે બીજા નંબર પર રહી. આ સિવાય વામદળોની અમુક બેઠકો પર પણ કોંગ્રેસે ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. 

કોંગ્રેસને મળી પરંપરાગત બેઠક

જણાવી દઈએ કે, કોંગ્રેસે ગઈ વખતે 70 બેઠકો પર ચૂંટણી લડી હતી, એવામાં આ વખતે તેની વ્યૂહનીતિ એટલી જ બેઠકો પરથી ચૂંટણી લડવાની છે. જેના માટે કોંગ્રેસ તર્ક આપી રહી છે કે, ગઈ વખતે તેણે પોતાની પરંપરાગત બેઠકો છોડી હતી પરંતુ, આ વખતે તેને એ બેઠક જોઈએ છે. ગઈ વખતની હાર પર કોંગ્રેસે કહ્યું કે, તે એટલા માટે ચૂંટણી હારી કારણકે, પોતાની પરંપરાગત બેઠક સહયોગી પાર્ટીઓને આપવી પડી હતી. 

આ પણ વાંચોઃ જસ્ટિસ યશવંત વર્માના કેસમાં મોટો ખુલાસો, સ્ટોર રૂમમાં કેશનો ઢગલો જોનારા 10 સાક્ષી સામે આવ્યા

આ સિવાય હવે મુકેશ સહની 60 બેઠકોની માંગ કરી રહ્યા છે પરંતુ, તેજસ્વી તેમને 15 બેઠક આપવા સંમત થઈ શકે છે. તેમજ વામ દળોમાં સીપીઆઇ(માલે)એ 40 બેઠકોની માંગ કરી છે. જોકે, હજુ સુધી સીપીઆઇ અને સીપીએમ દ્વારા યાદી સોંપવામાં નથી આવી. એવામાં સવાલ થઈ રહ્યા છે કે, સીપીઆઇ(માલે), પશુપતિ પારસ અને સહનીને કોના ભાગની બેઠક આપવામાં આવશે?

કેવી રીતે થશે બેઠકની વહેંચણી? 

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તેજસ્વી આ વખતે કોંગ્રેસને તેની મનપસંદ બેઠક આપી શકે છે પરંતુ, તેના બદલામાં તેને 70 બેઠકો પર ચૂંટણી નહીં લડવા દે. તેજસ્વી કોંગ્રેસને 55-60 બેઠકો આપવાના મૂડમાં છે જેથી સહની અને માલેને વધુ બેઠક આપી શકાય. વળી આરજેડી ખુદ જે ગઈ વખતે 144 બેઠકો પર ચૂંટણી લડી હતી તે આ વખતે 130થી 135 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. જેથી સહની અને પશુપતિ પારસને સન્માનજનક બેઠક આપી શકાય. 

કયા આધારે મળશે ટિકિટ? 

આ સિવાય તેજસ્વી યાદવે આ વખતે બેઠકની વહેંચણી જીતના આધારે કરવાનું નક્કી કર્યું છે. તમામ પાર્ટી જીતની સંભાવનાના આધારે સાથે બેસીને બેઠકોની વહેંચણી કરશે. હાલ તો એવું નક્કી થયું છે કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે. પરંતુ, આ વખતે હારવાળી બેઠકો પર ઉમેદવાર બદલી શકાય તેવી સંભાવના છે.