Get The App

ભાજપે ચાર નેતાઓને પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ, બિહાર ચૂંટણી પહેલા બળવાખોરો વિરુદ્ધ કાર્યવાહી

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
Bihar Election


Bihar Election: પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના કારણે ભારતીય જનતા પાર્ટીએ ચાર બળવાખોર નેતાઓને 6 વર્ષ માટે બહારનો રસ્તો બતાવી દીધો છે. આ નેતાઓ ગઠબંધનના ઉમેદવારોની વિરુદ્ધ વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કરવા બદલ પાર્ટીના પગલાનો ભોગ બન્યા છે.

બિહાર ચૂંટણી પહેલા બળવાખોરો વિરુદ્ધ કાર્યવાહી

જે ચાર નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે, તેમાં બહાદુરગંજથી વિધાનસભા ચૂંટણી લડનારા વરુણ સિંહનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગોપાલગંજથી ચૂંટણી લડી રહેલા અનૂપ કુમાર શ્રીવાસ્તવને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ભાજપે કહલગાંવથી ચૂંટણી લડનારા ધારાસભ્ય પવન યાદવને પણ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. પવન યાદવ પર પાર્ટીના નિર્ણયનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. બડહરાથી ચૂંટણી લડનારા સૂર્ય ભાન સિંહને પણ પાર્ટીમાંથી 6 વર્ષ માટે બહાર કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ઈન્દોરમાં ઑસ્ટ્રેલિયાની ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ ખેલાડીઓનો જ વાંક કાઢ્યો, કહ્યું- સૂચના વિના બહાર ન જવાય

પાર્ટીએ શા માટે કાર્યવાહી કરી?

ભાજપે આ નેતાઓને હાંકી કાઢ્યા છે કારણ કે તેઓ બધા ગઠબંધનના ઉમેદવારોની વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા હતા. પાર્ટીના નિયમો અનુસાર, પાર્ટી અથવા ગઠબંધન વિરુદ્ધ ચૂંટણી લડવું એ અનુશાસનહીનતા માનવામાં આવે છે, જેના પરિણામે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

ભાજપે ચાર નેતાઓને પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ, બિહાર ચૂંટણી પહેલા બળવાખોરો વિરુદ્ધ કાર્યવાહી 2 - image

Tags :