Get The App

'આ લોકો જામીન લઈને બહાર ફરી રહ્યા છે', બિહારમાં લાલુ યાદવ પરિવાર પર PM મોદીનો કટાક્ષ

Updated: Oct 24th, 2025

GS TEAM

Google News
Google News
'આ લોકો જામીન લઈને બહાર ફરી રહ્યા છે', બિહારમાં લાલુ યાદવ પરિવાર પર PM મોદીનો કટાક્ષ 1 - image


PM Modi In Bihar Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર ચૂંટણી પહેલાં જ સમસ્તીપુરમાં લાલુ યાદવના પરિવાર પર કટાક્ષ કર્યો હતો. તેમણે આજે 24 ઑક્ટોબરે એક રેલીને સંબોધિત કરતાં કહ્યું કે, આ જામીન પર બહાર હરી-ફરી રહ્યા છે. એનડીએ સરકાર ગરીબોની સેવા કરી રહી છે, આ વખતે ફરી બિહારમાં સુશાસનની સરકાર આવશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હાલ તમે જીએસટી બચત ઉત્સવનો અનેરો આનંદ માણી રહ્યા છો, કાલથી છઠ્ઠ પૂજાનું મહાપર્વ શરુ થવા જઈ રહ્યું છે. આવા વ્યસ્ત સમયમાં તમે મોટી સંખ્યામાં અહીં આવ્યા છો, સમસ્તીપુરમાં જે માહોલ છે, મિથઇલાનો જે મૂડ છે, તેણે ખાતરી આપી દીધી છે કે, નવી ગતિ સાથે બિહાર ચાલશે, ફરી એકવાર એનડીએ સરકાર આવશે. તેમણે આરજેડીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, હવે મોબાઇલ છે, તો બિહારને લાલટેનની જરૂર નથી.

 PMએ લાલુ પરિવાર પર કટાક્ષ કર્યો

વડાપ્રધાને આગળ લાલુ યાદવના પરિવાર પર કટાક્ષ કરતાં કહ્યું કે, આ લોકો જામીન પર બહાર ફરી રહેલા લોકો છે, તેમના પર ચોરીનો કેસ છે, અમારી સરકાર ગરીબોની સેવા કરી રહી છે, એનડીએ સરકાર ગરીબને પાક્કું ઘર, મફત અનાજ, પીવાનું પાણી અને શૌચાલય સહિત અનેક સુવિધાઓ આપી રહી છે. ભાજપ કર્પૂરી ઠાકુરના માર્ગે ચાલી રહી છે. અમે તમામ પછાત લોકોના હિતને પ્રાધાન્ય આપ્યું છે.

પછાત લોકોના કલ્યાણમાં કામઃ પીએમ મોદી

વધુમાં વડાપ્રધાને કહ્યું કે, અમારા જેવા પછાત અને ગરીબ પરિવારમાંથી આવતાં લોકો આજે આ મંચ પર ઊભા છે, તેમાં કર્પૂરીજીનું પણ યોગદાન છે. તે મા ભારતીના અનમોલ રત્ન હતા. તેમને ભારત રત્ન વડે સન્માનિત કરવાની તક મળી, આ અમારા માટે સૌભાગ્યની વાત છે.

ઓબીસી કમિશન મુદ્દે બોલ્યા

ઓબીસી કમિશન મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે, આપણા દેશમાં ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો આપવાની માગ દાયકાઓથી ચાલી રહી હતી. આ માગ પણ એનડીએ સરકારે પૂરી કરી. કર્પૂરી બાબુ માતૃભાષામાં અભ્યાસના આગ્રહી હતા. એનડીએ સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પ્રાદેશિક ભાષા પર ભાર મૂક્યો છે. અમે સુશાનને સમૃદ્ધિમાં તબદીલ કરી રહ્યા છીએ.

'આ લોકો જામીન લઈને બહાર ફરી રહ્યા છે', બિહારમાં લાલુ યાદવ પરિવાર પર PM મોદીનો કટાક્ષ 2 - image

Tags :