Get The App

NIA, IB, RAW, ATSની મોટી મીટિંગ, દેશમાંથી ખાલિસ્તાની આતંકીઓ અને ગેંગસ્ટર્સનો સફાયો કરવાની ઘડાશે રણનીતિ

દિલ્હીમાં આગામી 5-6 ઓક્ટોબરે NIAની એક મોટી બેઠક

Updated: Sep 25th, 2023

GS TEAM

Google News
Google News
NIA, IB, RAW, ATSની મોટી મીટિંગ, દેશમાંથી ખાલિસ્તાની આતંકીઓ અને ગેંગસ્ટર્સનો સફાયો કરવાની ઘડાશે રણનીતિ 1 - image


ખાલિસ્તાનની આંતકવાદી નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા છે. આ દરમિયાન હાલમાં જ NIA દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં 19 ખાલિસ્તાની આંતકવાદીની યાદી જાહેર કરી ઉપરાંત  ખાલિસ્તાનની આંતકવાદી પન્નુની પંજાબ અને ચંડીગઢ સ્થિત મિલકતો જપ્ત કરવામાં આવી હતી. હવે સરકાર વધુ એક કડક એક્શન લેવાના મુડમાં જોવા મળી રહી છે.

ખાલિસ્તાની આતંકવાદની કમર તોડવા NIAની મોટી બેઠક 

પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદીઓને અંકુશમાં લેવા માટે દેશની તમામ સુરક્ષા એજન્સીઓ એક થઈ ગઈ છે. આ અંતર્ગત NIAએ ખાલિસ્તાની ગતિવિધિઓ, આતંકવાદી ગતિવિધિઓ, ટેરર ફંડિંગ અને ગેંગસ્ટરોને નષ્ટ કરવા માટે દિલ્હીમાં આગામી 5-6 ઓક્ટોબરે એક મોટી બેઠક બોલાવી છે. NIAએ ચીફ, IB ચીફ, RAW ચીફ અને રાજ્યોના ATSના પ્રમુખઓ આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેશે. આ બેઠકનો મુખ્ય એજન્ડા ખાલિસ્તાની આતંકવાદની કમર તોડવાનો છે.

આ બેઠકમાં તૈયાર કરશે મજબૂત રણનીતિ 

આ બેઠકમાં વિદેશથી ખાલિસ્તાની-આતંકવાદી અને ગેંગસ્ટરની સાંઠગાંઠ સામે કાર્યવાહી કરવા માટે મજબૂત રણનીતિ બનાવવામાં આવશે. બેઠકમાં પંજાબ, રાજસ્થાન, હરિયાણા, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હી એનસીઆરમાં ખાલિસ્તાની આંતકવાદીઓને ખતમ કરવા માટે સંપૂર્ણ આયોજન કરવામાં આવશે. 

Tags :