ભોજપુરી સ્ટાર પવન સિંહનો ચૂંટણી લડવા ઇન્કાર, કહ્યું - હું પક્ષનો સાચો સૈનિક છું અને રહીશ

Pawan Singh: ભોજપુરી સિનેમા અને સંગીતના સુપરસ્ટાર પવન સિંહે વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ વખતે તેઓ ચૂંટણીમાં ભાગ નહીં લે. પવન સિંહે એક્સ પર લખ્યું કે, 'હું પવન સિંહ પોતાના ભોજપુરી સમાજને જણાવવા ઇચ્છું છું કે, મેં બિહાર વિધાનસભાની ચૂંટણી લડવા માટે પાર્ટીમાં ભાગ નથી લીધો અને ન તો હું વિધાનસભા ચૂંટણી લડવાનો છું. હું પાર્ટીનો સાચો સિપાહી છું અને રહીશ.'
પત્નીએ પ્રશાંત કિશોર સાથે કરી મુલાકાત
નોંધનીય છે કે, પવન સિંહનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે તેમની પત્ની જ્યોતિ સિંહે શુક્રવારે રાજકીય વ્યૂહનીતિકાર અને જનસુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોર સાથે શેખપુરા સ્થિત તેમના આવાસ પર મુલાકાત કરી હતી. આ મુલાકાતને લઈને જ્યોતિએ સ્પષ્ટતા કરી કે, આ મુલાકાતનો હેતુ કોઈ ચૂંટણીલક્ષી નથી.
આ પણ વાંચોઃ અખિલેશ યાદવનું ફેસબૂક એકાઉન્ટ બ્લોક! સપાના આરોપો વચ્ચે સામે આવ્યું કારણ
જ્યોતિ સિંહે શું કહ્યું?
જ્યોતિ સિંહે કહ્યું કે, 'હું ચૂંટણીમાં ભાગ લેવા અથવા ટિકિટ માટે નથી આવી. હું મારી સાથે જે પ્રકારે અન્યાય થયો, તે કોઈ અન્ય મહિલા સાથે ન થાય. હું એ તમામ મહિલાઓનો અવાજ બનવા ઇચ્છું છું જે અન્યાયનો સામનો કરી રહી છે.'