Get The App

બિહાર બાદ બંગાળમાં પણ ચૂંટણી પહેલા વોટર લિસ્ટ રિવિઝનની તૈયારી, EC સામે કેમ ઉઠી રહ્યા છે સવાલ?

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
બિહાર બાદ બંગાળમાં પણ ચૂંટણી પહેલા વોટર લિસ્ટ રિવિઝનની તૈયારી, EC સામે કેમ ઉઠી રહ્યા છે સવાલ? 1 - image
Images Sourse: IANS

Election Commission of India: ભારતના ચૂંટણી પંચે (ECI) પશ્ચિમ બંગાળમાં વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની યોજના બનાવી છે. બિહારમાં મતદાર યાદી સુધારણા પછી હવે આ પ્રક્રિયા પશ્ચિમ બંગાળ સહિત આસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરી જેવા રાજ્યોમાં લાગુ થવાની તૈયારીમાં છે. જો કે, વિપક્ષી પક્ષ અને નિષ્ણાતોએ આ પગલાના સમય અને પ્રક્રિયા અંગે ઘણાં પ્રશ્નો ઊભા કર્યા છે, જેના કારણે ચૂંટણી પંચના આ નિર્ણય પર વિવાદ સર્જાયો છે.

પશ્ચિમ બંગાળમાં પણ વોટર લિસ્ટ વેરિફિકેશ

ચૂંટણી પંચે તાજેતરમાં બિહારમાં વોટર લિસ્ટ વેરિફિકેશનું કામ શરૂ કર્યું છે, જેનો હેતુ યાદીમાંથી નકલી અને બિન-નાગરિક મતદારોને દૂર કરવાનો છે. આ પ્રક્રિયા હેઠળ, ઘરે ઘરે જઈને મતદારોની ચકાસણી કરવામાં આવી રહી છે. બિહારમાં વિરોધ પક્ષોએ આ ઝુંબેશનો જોરદાર વિરોધ કર્યો હતો અને તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે એવું લાગે છે કે બિહાર મોડેલ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે, જેમાં પશ્ચિમ બંગાળ આગામી મુખ્ય રાજ્ય હશે.

આ પણ વાંચો: સૈફ અલી ખાનને ભોપાલની 15,000 કરોડની પ્રોપર્ટીની આશા છોડી દેવી પડશે

અહેવાલ અનુસાર, પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચના કાર્યાલયે ECના સૂચનાની રાહ જોયા વિના તેની આંતરિક તૈયારીઓ તેજ કરી દીધી છે. જોકે પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ અગ્રવાલને SIR અંગે ચૂંટણી પંચ તરફથી અત્યાર સુધી કોઈ ઔપચારિક પત્ર મળ્યો નથી, તેમ છતાં તેમની કચેરીએ સ્પષ્ટ કર્યું છે કે 'અમે સંપૂર્ણ તૈયારીઓ કરી રહ્યા છીએ જેથી સૂચના આવતાની સાથે જ અમે તાત્કાલિક કામ શરૂ કરી શકીએ.'

શું SIR ઓગસ્ટથી શરૂ થઈને ઓક્ટોબર સુધી ચાલુ રહેશે?

મતદાર યાદી સુધારણા પહેલી ​​ઓગસ્ટની આસપાસ શરૂ થવાની ધારણા છે, જે ઓક્ટોબરના અંત સુધીમાં પૂર્ણ થશે. જો જરૂર પડે તો નવેમ્બર-ડિસેમ્બરમાં સુધારણા કરી શકાય છે. બિહારની જેમ બંગાળમાં પણ પૂર્વ-પ્રિન્ટેડ એન્યુમરેશન ફોર્મ અને દસ્તાવેજોની સૂચિના આધારે SIR હાથ ધરવામાં આવશે. જો કે, સુપ્રીમ કોર્ટની કાર્યવાહી અને અન્ય કાનૂની સલાહના આધારે કેટલાક વધારાના દસ્તાવેજો શામેલ કરી શકાય છે.

Tags :