Get The App

મોટા સમાચાર: બાડમેરમાં બહારના લોકોની એન્ટ્રી બંધ, જેસલમેરમાં વાહનની અવરજવર પર પણ રોક

Updated: May 10th, 2025

GS TEAM

Google News
Google News
મોટા સમાચાર: બાડમેરમાં બહારના લોકોની એન્ટ્રી બંધ, જેસલમેરમાં વાહનની અવરજવર પર પણ રોક 1 - image


India-Pakistan Tension: ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. જેના કારણે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાડમેર અને જોધપુરમાં હાઇ રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને તેમની બધી મુસાફરી મુલતવી રાખવા અને ઘરે રહેવાની સૂચના આપઈ છે.



'બાડમેર શહેરની મુસાફરી ન કરો'

બાડમેર ડીએમ ઑફિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, 'જિલ્લાના તમામ લોકો જે ગામડાંઓ કે નગરોમાં છે અને બાડમેર શહેર તરફ મુસાફરી કરવા માંગે છે તેમને વિનંતી છે કે બાડમેર શહેરની મુસાફરી ન કરો. બાડમેરમાં રેડ ઍલર્ટ છે, તેથી તાત્કાલિક અસરથી તમારી યાત્રા મુલતવી રાખો.' આ ઉપરાંત લોકોને તાત્કાલિક તેમના ઘરોમાં જવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે બજારો બંધ કરી દેવામાં આવ્યા છે અને તમામ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.



બીજી તરફ જોધપુરમાં પણ પાકિસ્તાની હવાઈ હુમલાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને લોકોને વહેલી તકે પોતાના ઘરોમાં જવા માટે કહેવામાં આવ્યું છે. ડીએમ દ્વારા જાહેર કરાયેલા ઍલર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવાઈ હુમલો શક્ય છે. સાયરન વાગશે. આ ઉપરાંત, ચુરુમાં પણ ખતરાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: VIDEO: આતંકવાદીઓના લોન્ચ પેડ ધ્વસ્ત, ભારતીય સેનાએ શેર કર્યો ઓપરેશન સિંદૂરનો વધુ એક વીડિયો

રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી ડ્રોનના ટુકડા મળી આવ્યા

અહેવાલો અનુસાર, ભારતના ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને ગુજરાતના ઘણાં સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલી દરેક હુમલાને નિષ્ફળ બનાવી રહી છે અને બદલામાં પાકિસ્તાનના એરબેઝને પણ ઉડાવી રહી છે.

મોટા સમાચાર: બાડમેરમાં બહારના લોકોની એન્ટ્રી બંધ, જેસલમેરમાં વાહનની અવરજવર પર પણ રોક 2 - image



Tags :