Get The App

'મમતા દીદીનું ઓછપવાળું રાજકારણ..', અજિત પવારના નિધન પર સવાલ ઉઠતાં CM ફડણવીસની તીખી પ્રતિક્રિયા

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
'મમતા દીદીનું ઓછપવાળું રાજકારણ..', અજિત પવારના નિધન પર સવાલ ઉઠતાં CM ફડણવીસની તીખી પ્રતિક્રિયા 1 - image


Ajit Pawar Plane Crash News: બારામતી વિમાન દુર્ઘટનામાં અજિત પવારના નિધન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની ટિપ્પણી પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની તીખી પ્રતિક્રિયા સામે આવી છે. દેવેન્દ્ર ફડણવીસે મમતા બેનરજી પર કોઈના મોત પર રાજકારણ કરનાર કહી લગાવેલા આરોપને દુર્ભાગ્યપૂર્ણ અને નિંદાપાત્ર ગણાવ્યા, કહ્યું આ સમય રાજકારણનો નહીં પણ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપવાનો અને પરિવારને સાંત્વના પાઠવવાનો છે. 

'ઓછપવાળું રાજકારણ'

CM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'ઘટના અત્યંત દુખદ છે, દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પર આ પ્રકારે ઓછપવાળું રાજકારણ થઈ રહ્યું છે. તેમણે યાદ અપાવ્યું કે વરિષ્ઠ નેતા શરદ પવાર પણ કહી ચૂક્યા છે કે આ માત્ર દુર્ઘટના જ હતી, જેમાં દુર્ભાગ્યપૂર્ણ રીતે લોકોનો જીવ ચાલ્યો ગયો. તેના પર રાજકારણ ન કરવું જોઈએ તેમ છતાં પણ આવી નિવેદનબાજી ખૂબ જ પીડાદાયક છે.'

મમતા દીદીના નિવેદનથી દુખ

મમતા બેનરજીને આડે હાથ લેતા વધુમાં કહ્યું કે, 'આ સમયે ઊંડું દુખ છે રાજકારણ આ સ્તરે નીચું જઈ ચૂક્યું છે. જ્યાં કોઈ વ્યક્તિના મોત પર પણ ગંદુ અને ધૃણાભર્યુ રાજકારણ થઈ રહ્યું છે. મમતા દીદીનું આ પ્રકારનું નિવેદન ખૂબ જ ખોટું છે. આ જોઈને દુખ થયા છે કે તે રાજકારણ માટે કેટલા નીચા સ્તરે ઉતરી રહી છે.'

'મહારાષ્ટ્રનું અપમાન'

'અજિત પવાર મહારાષ્ટ્રના ખૂબ જ લોકપ્રિય નેતા હતા. દુર્ઘટના પર શોક જતાવવાને બદલે તેમની મોતને રાજનૈતિક રંગ આપવો અસંવેદનશીલ છે. આ મહારાષ્ટ્રનું અપમાન છે. આવા નિવેદનથી સમાજનો ખોટો સંદેશ જાય છે. દુખના આ સમયમાં લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે છે. મમતા બેનરજીને અપીલ છે કે તે નિવેદન પર ફરી વિચાર કરે અને આ પ્રકારની ટીપ્પણીઓથી બચે.'

મારી વિનંતી છે કે આ મુદ્દે રાજકારણ ના કરશો: શરદ પવાર

બારામતી પ્લેન દુર્ઘટનામાં અજિત પવારનું નિધન થતાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત અનેક નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે. ત્યારે પરિવાર તરફથી દિગ્ગજ નેતા અને અજિત પવારના કાકા શરદ પવારનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અજિત પવારના અવસાનથી પવાર પરિવાર ખૂબ જ દુ:ખી છે, આ વિમાનનું ક્રેશ થવું એ સંપૂર્ણ રીતે દુર્ઘટના જ છે તેમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ ન કરવું જોઈએ, મહારાષ્ટ્રએ આજે એક એવું નેતૃત્વ ગુમાવ્યું છે જેની કિંમત ક્યારે ચૂકવી શકાશે નહીં. અજિત પવારનું જવું ન માત્ર પરિવાર કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માટે પણ મહારાષ્ટ્ર માટે ન પુરાય તેવી ખોટ છે. 

આ ઘટનાની તપાસ થવી જોઈએઃ મમતા બેનર્જી 

અજિત પવારના નિધન અંગે પ્રતિક્રિયા આપતાં પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, હું આ સમાચાર સાંભળીને જ સ્તબ્ધ થઈ ગઈ. તેમના પરિવાર અને તેમના કાકા શરદ પવાર, અજિત પવારના ચાહકો સાથે મારી સહાનુભૂતિ છે. આ ઘટનાની તપાસ થવી જોઈએ. આ દેશમાં કોઈ સુરક્ષિત નથી, રાજકીય નેતાઓ પણ નહીં. મને જાણવા મળ્યું છે કે એક નેતાએ હાલમાં જ કહ્યું હતું કે અજિત પવાર ભાજપ સાથે છેડો ફાડવાના હતા. આ મામલે હવે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં સઘન તપાસ થવી જોઈએ.

ઓમર અબ્દુલ્લાહના પણ મમતા બેનર્જી જેવા સૂર 

મમતા બેનર્જીની જેમ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે પણ આ પ્લેન ક્રેશને એક દુર્ઘટના માનવાનો ઇન્કાર કરતાં મામલાની હાઇ લેવલે ન્યાયિક તપાસની માગણી કરી છે. તેમણે કહ્યું કે આ ઘટનાની પારદર્શક રીતે તપાસ થવી જોઈએ.

આ પણ વાંચો: CCTV: બારામતી પ્લેન ક્રેશનો નવો લાઈવ વીડિયો, લેન્ડિંગ સમયે હવામાં જ ગોથું મારી ગયું

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની ન્યાયિક તપાસની માંગ  

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે પણ અજિત પવારના નિધનના ઓચિંતા અહેવાલોથી નિઃશબ્દ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે મને ઊંડો આઘાત લાગ્યો છે. આપણે એક મજબૂત નેતા ગુમાવ્યા છે. તેમના નિધન પર હું શું કહું તે સમજાતું નથી. તેમના પરિવાર સાથે મારી સહાનુભૂતિ છે. જો કે, આ ઘટનાની સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ન્યાયિક તપાસ થવી જોઈએ.