Get The App

તમે કેમ ઇચ્છો છો કે બધું ફંડ તમારા ખિસ્સામાં જ જાય? બાંકે બિહારી મંદિર કમિટીને સુપ્રીમ કોર્ટે પૂછ્યા આકરા સવાલો

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
Banke Bihari Temple Controversy
(IMAGE - IANS)

Banke Bihari Temple Controversy: વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિર કોરિડોર પ્રોજેક્ટને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સરકારની યોજના ભક્તોની સુવિધા માટે 5 એકર જમીન પર કોરિડોર બનાવવાની છે, પરંતુ મંદિરના પૂજારી ગોસ્વામી સમાજ તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યો છે. આ મામલો હાલ કોર્ટમાં છે, જેમાં સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો છે કે ઉત્તર પ્રદેશ સરકારને 15 મેના રોજ કોરિડોર બનાવવા માટે મંદિરના ફંડનો ઉપયોગ કરવાની પરવાનગી આપતો આદેશ પાછો ખેંચી શકાય છે. 

5 એકર જમીન પર કોરિડોર બનાવવાની યોજના

વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિર કોરિડોર પ્રોજેક્ટને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સરકારની યોજના ભક્તોની સુવિધા માટે 5 એકર જમીન પર કોરિડોર બનાવવાની છે, પરંતુ મંદિરના પૂજારી ગોસ્વામી સમાજ તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યો છે. 

સુપ્રીમ કોર્ટે નિવૃત્ત હાઇકોર્ટ જજની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવાની વાત કરી

વૃંદાવનના બાંકે બિહારી મંદિરના મેનેજમેન્ટ અને તેની આસપાસના વિસ્તારના વિકાસની દેખરેખ માટે સુપ્રીમ કોર્ટે નિવૃત્ત હાઇકોર્ટ જજની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવાની વાત કરી છે. તેમજ સુનાવણી મંગળવારે 5 ઑગસ્ટના રોજ સવારે 10:30 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે.

કમિટીએ મંદિરના સંચાલન અંગે રાજ્ય સરકારના વટહુકમનો વિરોધ કરતી અરજી દાખલ કરી

મંદિર મેનેજમેન્ટ કમિટીએ મંદિરના સંચાલન અંગે રાજ્ય સરકારના વટહુકમનો વિરોધ કરતી અરજી દાખલ કરી છે. આ સાથે જ કમિટીએ 15 મેના રોજ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને બાંકે બિહારી કોરિડોર બનાવવા માટે મંદિરના ફંડનો ઉપયોગ કરવાની પરવાનગી આપતા નિર્ણયનો પણ વિરોધ કર્યો છે.

મંદિરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ અને મેનેજમેન્ટને લઈને બે જૂથો વચ્ચે વિવાદ

અરજદાર વતી વરિષ્ઠ વકીલ શ્યામ દીવાને કહ્યું કે, બાંકે બિહારી મંદિર એક ખાનગી મંદિર છે. તેમાં ધાર્મિક પ્રવૃત્તિઓ અને મેનેજમેન્ટને લઈને 2 જૂથો વચ્ચે વિવાદ હતો. રાજ્ય સરકારે અધિકાર વિના તેમાં દખલ કરી અને તેઓ આ મામલાને સુપ્રીમ કોર્ટમાં લઈ આવ્યા અને કોરિડોર માટે મંદિરના ફંડનો ઉપયોગ કરવાનો આદેશ મેળવ્યો. આ પછી, ઝડપથી એક વટહુકમ પણ બહાર પાડવામાં આવ્યો. પરિણામ એ આવ્યું કે મંદિરની સ્થાપના કરનાર અને સદીઓથી તેનું સંચાલન કરનાર ગોસ્વામીઓ મેનેજમેન્ટમાંથી બહાર થઈ ગયા.

મંદિર કમિટીને સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

શરુઆતમાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે મંદિર કમિટીને આકરા સવાલો કર્યા. કોર્ટે કહ્યું, 'મંદિર ખાનગી હોઈ શકે છે, પરંતુ ભગવાન બધાના છે. ત્યાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે. મંદિરનું ફંડ શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષા સાથે જોડાયેલા વિકાસમાં કેમ ન વાપરી શકાય? તમે કેમ ઇચ્છો છો કે બધું ફંડ તમારા ખિસ્સામાં જ જાય? સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે અરજદારે રાજ્ય સરકારના કાયદાને હાઇકોર્ટમાં પડકારવો જોઈએ.

આ પણ વાંચો: 'મહાવતાર નરસિમ્હા' ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન દુર્ઘટના, થિયેટરની છત ધસી પડતાં બાળક સહિત 3 ઈજાગ્રસ્ત

15 મેના આદેશ પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

કોર્ટના આકરા સવાલોના જવાબમાં દીવાને કહ્યું, 'ખરી વાત એ છે કે અમને સાંભળ્યા વગર આવો આદેશ સુપ્રીમ કોર્ટમાંથી કેવી રીતે આવ્યો? મામલો કંઈક બીજો હતો, તેમાં અચાનક આદેશ આવ્યો કે મંદિરનું ફંડ કોરિડોર બનાવવા માટે વાપરવામાં આવે.' તેનાથી સહમત થતાં કોર્ટે કહ્યું કે કોઈ જગ્યાનો વિકાસ કરવો એ સરકારની જવાબદારી છે. જો તેને જમીનનું અધિગ્રહણ કરવું હોય તો તે પોતાના પૈસાથી કરી શકે છે.

શું 15 મેનો આદેશ સુપ્રીમ કોર્ટ પાછો ખેંચી શકે છે?

લગભગ 50 મિનિટ ચાલેલી સુનાવણી પછી જજોએ આ વાતનો સંકેત આપ્યો કે 15 મેનો આદેશ પાછો ખેંચી શકાય છે. હાલમાં, મંદિરના સંચાલન માટે રિટાયર્ડ હાઇકોર્ટ જજની અધ્યક્ષતામાં કમિટી બનાવી શકાય છે. આ કમિટીમાં જિલ્લાધિકારીને પણ રાખવામાં આવશે. આ વિસ્તારના ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને, તેની આસપાસના વિકાસમાં આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાની પણ મદદ લેવામાં આવશે. કોર્ટે કહ્યું કે ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવું જોઈએ. તેના માટે યોગ્ય સુવિધાઓનો વિકાસ જરૂરી છે.

તમે કેમ ઇચ્છો છો કે બધું ફંડ તમારા ખિસ્સામાં જ જાય? બાંકે બિહારી મંદિર કમિટીને સુપ્રીમ કોર્ટે પૂછ્યા આકરા સવાલો 2 - image


Tags :