Get The App

Bank Strike: આજથી બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, ત્રણ દિવસ સુધી નહીં થાય કામ, જાણો કારણ

Updated: Dec 16th, 2021

GS TEAM

Google News
Google News
Bank Strike: આજથી બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, ત્રણ દિવસ સુધી નહીં થાય કામ, જાણો કારણ 1 - image

-સરકારના પ્રાઈવેટાઈઝેશનને લઈને ચાલી રહેલી તૈયારીઓનો વિરોધ કરવા માટે યુએફબીયુએ હડતાળ કરવાનું એલાન કર્યું છે

નવી દિલ્હી, તા. 16 ડિસેમ્બર, 2021, ગુરૂવાર

જો તમે કોઈ કામ માટે બેંકમાં જવાનું મન બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. આવતા 3 દિવસ સુધી બેંક બંધ રહેશે એટલે કે, બેંકમાં કોઈ પણ કામ નહીં થાય. હકીકતમાં દેશભરના સરકારી બેંક કર્મચારીઓએ 2 દિવસની હડતાળનું આહ્વાન કર્યું છે. અને ત્યાર બાદ રવિવારે સાપ્તાહિક રજાના કારણે બેંકો બંધ રહેશે.

આ કારણથી હડતાળ પર રહેશે બેંક કર્મચારીઓ

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા આ બાબતની માહિતી આપવામાં આવી છે. સરકારના પ્રાઈવેટાઈઝેશનને લઈને ચાલી રહેલી તૈયારીઓનો વિરોધ કરવા માટે યુએફબીયુએ હડતાળ કરવાનું એલાન કર્યું છે. નોંધનીય છે કે, યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન હેઠળ બેંકોના 9 યુનિયન આવે છે. આ હડતાળથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે.

આ અઠવાડિયાના બાકી રહેલા 4 દિવસ બેન્ક બંધ છે જેમાં શનિવારે શિલોંગ ખાતે બેંક બંધ રહેશે. રિઝર્વ બેંકના કેલેન્ડર પ્રમાણે ત્યાં 18 ડિસેમ્બર શનિવારે ઉ સોસો થામની ડેથ એનિવર્સરીના કારણે બેન્કોમાં કામ નહીં થાય જ્યારે દેશભરમાં 16, 17 અને 19 ડિસેમ્બરે બેંક બંધ છે.