India

12 ફેબ્રુઆરીએ ગુજરાત સહિત દેશભરમાં બેંક હડતાળ, નવા લેબર કોડ વિરુદ્ધ 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ખોલ્યો મોરચો

By GS TEAM
11 Feb 20263 mins read
TukuTouch Logo
કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનને પગલે 12 ફેબ્રુઆરી, 2026ના રોજ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં બૅંક કર્મચારીઓ હડતાળમાં સામેલ થઈ શકે છે. હડતાળના કારણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ગ્રાહકોને જાણ કરી છે કે 12 ફેબ્રુઆરીએ હડતાળના કારણે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. મહાગુજરાત બૅંક એમ્પ્લોઇઝ ઍસોસિએશન (MGBEA) દ્વારા બૅંક કર્મચારીઓને હડતાળમાં મોટી સંખ્યામાં જોડાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. જેથી રાજ્યના બૅંકિંગ વ્યવહારો પર ગંભીર અસર પડવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

12 ફેબ્રુઆરીએ ગુજરાત સહિત દેશભરમાં બેંક હડતાળ, નવા લેબર કોડ વિરુદ્ધ 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ખોલ્યો મોરચો

Bank strike: કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનને પગલે 12 ફેબ્રુઆરી, 2026ના રોજ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં બૅંક કર્મચારીઓ હડતાળમાં સામેલ થઈ શકે છે.  હડતાળના કારણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ગ્રાહકોને જાણ કરી છે કે 12 ફેબ્રુઆરીએ હડતાળના કારણે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. મહાગુજરાત બૅંક એમ્પ્લોઇઝ ઍસોસિએશન (MGBEA) દ્વારા બૅંક કર્મચારીઓને હડતાળમાં મોટી સંખ્યામાં જોડાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. જેથી રાજ્યના બૅંકિંગ વ્યવહારો પર ગંભીર અસર પડવાની શક્યતા છે.

ચાર લેબર કોડ(શ્રમ કાયદા)નો વિરોધ

5 દિવસની બૅંકિંગ કામકાજની માગ ઉપરાંત બૅંક કર્મચારીઓ હવે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ચાર લેબર કોડ(શ્રમ કાયદા)ના વિરોધમાં આંદોલનનો સૂર છેડ્યો છે. યુનિયનોના આક્ષેપ પ્રમાણે આ લેબર કોડ હિતધારકો સાથે પરામર્શ કર્યા વિના લાવવામાં આવ્યા છે. તેનાથી કર્મચારીઓનો હડતાળનો અને સામૂહિક એકતાનો અધિકાર છીનવાઈ જશે. નવા નિયમોથી કામદારોને મળતી સામાજિક સુરક્ષા અને વ્યવસાયિક સલામતી જોખમમાં મૂકાશે. યુનિયન શરુ કરવું, યુનિયન ચલાવવું, યુનિયનને સ્થિર નેતૃત્વ પૂરું પાડવું, હડતાળનું આયોજન કરવું વગેરે મુશ્કેલ બનશે કારણ કે ટ્રેડ યુનિયન બનાવવાની પ્રક્રિયા જટિલ બનાવી દેવામાં આવી છે.

4 લેબર કોડ પાછા ખેંચવા ઉપરાંત અન્ય મુખ્ય માંગણીઓ

-જૂની પેન્શન યોજના (OPS) ફરી લાગુ કરવી અને NPS નાબૂદ કરવી.

-જાહેર ક્ષેત્રની બૅંકોનું ખાનગીકરણ અટકાવવું અને તેમને વધુ મજબૂત બનાવવી.

-બૅંકોમાં ખાલી પડેલી જગ્યાઓ પર પૂરતી ભરતી કરવી.

-આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ નોકરીઓ બંધ કરો

-મોટા બાકી લેણાં (બેડ લોન) વસૂલવા માટે કડક પગલાં લેવા.

-સામાન્ય ગ્રાહકો માટે બૅંકોમા સેવા ચાર્જ ઘટાડો.

-વીમા કંપનીઓમાં 100% FDIના નિર્ણયને પાછો ખેંચવો.

10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો હડતાળમાં જોડાશે

10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો જેવા કે INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUCએ 12 ફેબ્રુઆરી 2026ના રોજ હડતાળનું આયોજન કર્યું છે. જેનો મુખ્ય હેતુ કેન્દ્ર સરકાર દ્વારા હાલના 29 શ્રમ કાયદાઓને બદલે 4 નવા લેબર કોડ લાગુ કરવા સૂચના આપી છે જેના વિરોધમાં દેશ વ્યાપી સામાન્ય હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં MGBEAએ પણ સાથ પૂર્યો છે.

15,000 કરોડ રૂપિયાના વ્યવહારો

12 ફેબ્રુઆરીના રોજ સવારે 11:00 વાગ્યે એલિસબ્રિજ(ટાઉનહોલ સામે)થી નહેરુ બ્રિજ સુધી તમામ ટ્રેડ યુનિયનો દ્વારા રેલી કાઢવામાં આવશે, જે બાદમાં 'માનવ સાંકળ' રચી વિરોધ કરવામાં આવશે. આ હડતાળને કારણે ગુજરાતમાં બૅંકિંગ સેવાઓને મોટો ફટકો પડશે કારણ કે કુલ 25,000 જેટલા કર્મચારીઓ આ હડતાળમાં જોડાઈ શકે, જેથી રાજ્યમાં રાષ્ટ્રીયકૃત બૅંકોની અંદાજે 3,678 શાખાઓનું કામકાજ પ્રભાવિત થશે. રાષ્ટ્રીયકૃત બૅંકો ઉપરાંત ફેડરલ બૅંક, કરુર વૈશ્ય બૅંક, કર્ણાટક બૅંક અને IDBIના કર્મચારીઓ પણ જોડાઈ શકે છે. એક જ દિવસમાં અંદાજે 15,000 કરોડ રૂપિયાના વ્યવહારો ખોરવાય તેવી સ્થિતિ ઉભી થશે.

કઈ-કઈ સેવાઓ ચાલુ રહેશે?

બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરે તો UPI અને ડિજિટલ પેમેન્ટ દ્વારા લેવડ દેવડ કરી શકાશે. તમારી મોબાઈલ એપ અથવા કમ્પ્યુટરથી પૈસા ટ્રાન્સફર (IMPS/NEFT/RTGS) કરી શકશો. બેલેન્સ ચેક કરવું અથવા બિલ પેમેન્ટ જેવા કામ યથાવત રહેશે. HDFC, ICICI, અને Axis જેવી મોટી ખાનગી બેંકો ચાલુ રહેશે. જો એટીએમમાં રોકડ ઉપલબ્ધ હોય તો તેનો પણ ઉપયોગ યથાવત રહેશે.