બાંગ્લાદેશની સરહદેથી ઘૂસણખોરી કરતી મા-દીકરીને BSFએ ગોળી મારી, 13 વર્ષની છોકરીનું મોત

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
bangladesh border


Bangladeshi Girl Death On Indian Border: બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનો સત્તાપલટો થયા બાદ હિન્દુઓ સહિત બાકીના લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. તેનાથી બચવા ભારતમાં ઘૂસણખોરી પણ વધી છે. મોટી સંખ્યામાં હિન્દુઓ ભારતમાં પ્રવેશવા માટે સરહદ પર ડેરો જમાવીને બેઠા છે. હાલમાં જ ત્રિપુરામાં આવેલ આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરી કરી રહેલ માતા અને તેની 13 વર્ષીય દીકરીને બીએસએફના જવાનોએ રોકતાં ગોળીબારમાં સગીરાનું મોત થયું હતું.

બીએસએફ જવાનોએ સગીરાનો મૃતદેહ સોંપ્યો

ઢાકાના મીડિયા રિપોર્ટ અનુસાર, બીએસએફે ઘટનાના 45 કલાક બાદ મંગળવાર રાત્રે બાંગ્લાદેશી સગીરાનો મૃતદેહ બૉર્ડર ગાર્ડ બાંગ્લાદેશ(બીજીબી)ને સોંપ્યો હતો. તેની ઓળખ 13 વર્ષીય સ્વર્ણા દાસ તરીકે થઈ છે. બીએસએફના કથિત ગોળીબારમાં તેનું મોત થયું હતું.

આ પણ વાંચોઃ આતંકીઓએ ઘરોમાં ઘૂસીને 100 લોકોની કરી ક્રૂરતાપૂર્વક હત્યા, આ દેશમાં બજારમાં ખુલ્લેઆમ ગોળીબાર

રવિવાર રાત્રે કુલોરા ઉપજિલામાંથી કથિત રૂપે પ્રવેશ

કુલોરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઑફિસર બિનય ભૂષણ રોયે મૃતદેહ સોંપ્યો હોવાની ખાતરી કરતાં જણાવ્યું હતું કે, જરૂરી કાનૂની કાર્યવાહી કર્યા બાદ મૃતદેહ સગીરાના પરિવારને સોંપવામાં આવ્યો છે. તેને બીએસએફના જવાનોએ ઘૂસણખોરી કરવા બદલ ગોળી મારી દીધી હતી. અન્ય લોકો પણ રવિવાર રાત્રે કુલોરા ઉપજિલામાંથી કથિત રૂપે ભારતમાં પ્રવેશ કરી રહ્યા હતા.

માતા માંડ માંડ બચી, બ્રોકર ફરાર

બીજીબી સેક્ટર કમાન્ડન્ટ લેફ્ટન્ટ કર્નલ મિજાનુર રહમાન શિકદારે જણાવ્યું હતું કે, સ્થિતિનું સમાધાન કરવા બીજીબી અને બીએસએફ વચ્ચે ફ્લેગ મીટિંગ થઈ હતી. બાળકીની ઓળખ 13 વર્ષીય સ્વર્ણા દાસ રૂપે થઈ હતી. જે પશ્ચિમ જૂરી સંઘના જૂરી ઉપજિલાના કલનીગર ગામના રહેવાસી પોરેન્દ્ર દાસની દીકરી હતી. સ્વર્ણા અને તેની માતા તેના મોટા દીકરો જે ત્રિપુરામાં રહે છે, તેને મળવા માટે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહી હતી. જેમાં બે સ્થાનિક બ્રોકરની મદદ લીધી હતી. રાત્રે આશરે 9 વાગ્યે તે ભારતીય સરહદ પર પહોંચી તો બીએસએફ કર્મીઓએ ગોળીબાર શરુ કર્યો હતો. જેમાં સ્વર્ણાનું મોત થઈ ગયું હતું. જો કે, તેની માતા માંડ માંડ બચી હતી. તેમને ભારતમાં ઘૂસાડનાર બ્રોકર ફરાર થયો હતો. 

બાંગ્લાદેશની સરહદેથી ઘૂસણખોરી કરતી મા-દીકરીને BSFએ ગોળી મારી, 13 વર્ષની છોકરીનું મોત 2 - image


Google NewsGoogle News