India

યૂનુસ એક નિર્ણય લઈને ફસાયા, દેશભરમાં વિદ્યાર્થીઓના દેખાવો, બેનરો સાથે બાંગ્લાદેશ સરકારનો વિરોધ

By GS TEAM
11 Nov 20252 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવ્યા બાદ સત્તામાં આવેલા મોહમ્મદ યૂનુસ સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે. સરકારે પ્રાથમિક શાળાઓમાં સંગીત અને શારીરિક શિક્ષણમાં શિક્ષકોની નિમણૂક યોજના રદ કરી દેતા ભારે હોબાળો મચ્યો છે. અહીં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો રસ્તાઓ ઉપર ઉતરી આવીને દેખાવો કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યૂનુસ એક નિર્ણય લઈને ફસાયા, દેશભરમાં વિદ્યાર્થીઓના દેખાવો, બેનરો સાથે બાંગ્લાદેશ સરકારનો વિરોધ

Bangladesh Student Protest : બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવ્યા બાદ સત્તામાં આવેલા મોહમ્મદ યૂનુસ સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે. સરકારે પ્રાથમિક શાળાઓમાં સંગીત અને શારીરિક શિક્ષણમાં શિક્ષકોની નિમણૂક યોજના રદ કરી દેતા ભારે હોબાળો મચ્યો છે. અહીં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો રસ્તાઓ ઉપર ઉતરી આવીને દેખાવો કરી રહ્યા છે.

સરકાર ઈસ્લામિક જૂથોના દબાણ સામે ઝુકી : દેખાવકારો

રિપોર્ટ મુજબ, યૂનુસ સરકારના નિર્ણય અંગે અધિકારીઓએ કહ્યું કે, વહીવટી મુશ્કેલીઓ અને બજેટની કમીના કારણે નિમણૂક યોજના રદ કરવામાં આવી છે. જોકે દેશની સંસ્કૃતિ બચાવવા માટે રસ્તા ઉપર ઉતરેલા પ્રદર્શનકારીઓનો આરોપ છે કે, સરકાર ઈસ્લામિક જૂથોના દબાણ સામે ઝુકી ગઈ છે, જેમણે આ વિષયોને 'બિન-ઇસ્લામિક' ગણાવ્યા છે.

સરકારના નિર્ણયનો બેનરો સાથે વિરોધ

બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનનું કેન્દ્ર બનેલા ઢાકા યુનિવર્સિટીમાં અપરાજય બાંગ્લા પ્રતિમા નીચે સેંકડો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. તેઓ રાષ્ટ્રગીત અને 1971ના મુક્તિ સંગ્રામના ગીતો ગાઈને સરકારના નિર્ણયનો બેનરો સાથે વિરોધ કરી રહ્યા છે. 

આ પણ વાંચો : પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં વિસ્ફોટ, હાઇકોર્ટ પાસે કારમાં ધડાકો થતાં 12ના મોત, અનેક ઈજાગ્રસ્ત

દેશભરમાં વિરોધ પ્રદર્શન

દેખાવકારોના બેનરોમાં લખાયું છે કે, ‘તમે શાળાઓમાં સંગીતને રોકી શકો છો, પરંતુ બાંગ્લાદેશીઓના હૃદયમાંથી તેને કાઢી શકતા નથી.’ દેશભરમાં આ પ્રદર્શન થઈ રહ્યું છે. ચટગાંવથી લઈને રાજશાહી સુધી અને જગન્નાથથી ઢાકા સુધીની યુનિવર્સિટીઓના કેમ્પસ વિરોધી નારાઓ અને ગીતોથી ગૂંજી ઉઠ્યા છે. આર્ટ્સ અને હ્યુમેનિટીઝના વિદ્યાર્થીઓના નેતૃત્વમાં શરૂ થયેલું આ આંદોલન હવે સમગ્ર દેશમાં ફેલાયું છે.

દેખાવકારોની મુખ્ય માંગ

અહીં પ્રદર્શનકારીઓની મુખ્ય માંગ છે કે, ‘શાળાઓમાં સંગીત અને પીટી શિક્ષકોની નિમણૂક ફરીથી શરૂ કરવામાં આવે. ઢાકા યુનિવર્સિટીના થિયેટર પ્રોફેસર ઈસરાફિલ શાહીને વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, ‘સંસ્કૃતિ ક્યારેય ધર્મની વિરુદ્ધ નથી હોતી. આ જ સંસ્કૃતિ આપણી રાષ્ટ્રીય ઓળખ બનાવે છે. આના વિના શિક્ષણ પોકળ બની જાય છે.’

આ પણ વાંચો : ચીન સામે અમેરિકાનું આત્મસમર્પણ...' ટ્રમ્પે જિનપિંગને મળ્યા બાદ એવું તો શું કર્યું કે ચારેકોર ચર્ચા થવા લાગી