ભારતને મળ્યો રહસ્યમય કિલ્લો, ખોદકામમાં મળી મૂર્તિઓ, ખૂલ્યા ઇતિહાસના અનેક રાઝ
Fort kutumbagarh,Bihar: બિહારના ઔરંગાબાદ જિલ્લાના કુટુમ્બા તાલુકામાં આવેલા કુટુમ્બા ગઢ માત્ર એક ઐતિહાસિક ધરોહર નહીં, પરંતુ આ બિહારની પ્રાચીન સભ્યતા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક પણ છે. 53 એકર ભૂમિમાં ફેલાયેલો આ ગઢ રહસ્યો અને ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી રહ્યો છે.
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂરની અસર... ISRO એક જ વર્ષમાં બનાવશે 52 જાસૂસી ઉપગ્રહ
ખોદકામ દરમિયાન મળ્યા પ્રાચીન સભ્યતાના અવશેષો
કુટુમ્બા ગઢની પુરાતત્ત્વીય ખોદકામ દરમિયાન માટીના વાસણો, મૂર્તિઓ, સિક્કા, ધાતુના વાસણો અને અન્ય પૂરાતન સામગ્રીઓ મળી આવી છે. ખોદકામ દરમિયાન એ સ્પષ્ટ થયું કે, આ જગ્યા શૃંગકાળ, હર્ષવર્ધન કાળ અને વૈષ્ણવ કાળ સાથે જોડાયેલો છે. આ અવશેષો અહીંની સમૃદ્ધ ઐતિહાસિક પૃષ્ઠભૂમિને પ્રમાણિત કરે છે.
પાલવંશ અને ક્ષત્રિય વંશ સાથે જોડાયેલો છે
ઇતિહાસકારોના કહેવા પ્રમાણે કુટુમ્બા ગઢનો ઉપયોગ પાલવંશ અને ક્ષત્રિય વંશના કિલ્લાઓ તરીકે હતા. એવું કહેવાય છે કે, એક સમયે રાજપૂત રાજા અને રાણીઓને દુશ્મનોથી પરાજિત થતાં એક સાથે જોહર કર્યું હતું. આજે પણ એ સ્થળે લોકો શ્રદ્ધાથી પૂજા કરે છે.
આ પણ વાંચો: કોલકાતા એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવાથી દોડધામ, ઈન્ડિગોની ફ્લાઇટ રોકી આરોપીની ધરપકડ
પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવાની યોજના
સરકારની વારસો બચાવો યોજના હેઠળ કુટુમ્બા ગઢને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની યોજના છે. ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલી વસ્તુઓ સંગ્રહાલયમાં રાખવામાં આવી છે. પરંતુ હવે આ ગઢનું સંપૂર્ણપણે ખોદકામ કરવું શક્ય નથી. ગામલોકોની માગ છે કે, તેને સંપૂર્ણપણે વિકસિત કરવામાં આવે, જેથી કરીને આ સ્થળ માત્ર ઐતિહાસિક શોધનું કેન્દ્ર ન બને, પરંતુ પ્રવાસનથી સ્થાનિક લોકોને રોજગારી મળે.