India

આસામ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 42 ઉમેદવારોની યાદી કરી જાહેર, જૂના જોગીઓને પ્રાધાન્ય

By GS TEAM
3 Mar 20262 mins read
TukuTouch Logo
આસામ વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. પાર્ટીએ 126 સભ્યોની વિધાનસભા માટે 42 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ચૂંટણી એપ્રિલમાં થવાની શક્યતા છે. કોંગ્રેસે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા તે પહેલા જ ઉમેદવારોની જાહેરાત કરીને અલગ જ ચીલો ચાતર્યો છે. રાજકીય પંડિતો માની રહ્યા છે કે આથી કોંગ્રેસના ઉમેદવારોને વધુ સમય લોકો સાથે જોડાવવાનો મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આસામ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 42 ઉમેદવારોની યાદી કરી જાહેર, જૂના જોગીઓને પ્રાધાન્ય
                                                                                                                                            Image Source: Assam Congress

Assam Assembly Elections: આસામ વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. પાર્ટીએ 126 સભ્યોની વિધાનસભા માટે 42 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ચૂંટણી એપ્રિલમાં થવાની શક્યતા છે. કોંગ્રેસે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા તે પહેલા જ ઉમેદવારોની જાહેરાત કરીને અલગ જ ચીલો ચાતર્યો છે. રાજકીય પંડિતો માની રહ્યા છે કે આથી કોંગ્રેસના ઉમેદવારોને વધુ સમય લોકો સાથે જોડાવવાનો મળશે. 

ગૌરવ ગોગોઈ જોરહાટથી ચૂંટણી મેદાનમાં

કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ ગૌરવ ગોગોઈને જોરહાટ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ, આસામ વિધાનસભામાં કોંગ્રેસ વિધાયક દળના નેતા દેવવ્રત સૈકિયાને નઝીરા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રિપુન બોરાને બરછલ્લા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ સંગઠન અને અનુભવી નેતાઓને પ્રાથમિકતા આપવાની રણનીતિ અપનાવી છે.

કઈ બેઠક પર કોને મળી તક?

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ જાહેર કરેલા ઉમેદવારોની યાદી મુજબ અબ્દુસ સોબહાન  અલી સરકારને ગૌરીપુર, માર્કલાઈન મારકને ગોલપાડા પશ્ચિમ (ST અનામત), ગિરીશ બરુઆને બોંગાઈગાંવ અને મહાનંદ સરકારને બરપેટા (SC અનામત) થી ટિકિટ મળી છે.


આ પણ વાંચો: ટ્રમ્પના નિવેદન બાદ અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો! વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યાં