આતંક પર સકંજો કસવા સર્વપક્ષીય બેઠકમાં ઓવૈસીએ ભારત સરકારને કર્યા મહત્ત્વના સૂચન
India-Pakistan Conflict: ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં આજે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારે રાજકીય પક્ષોને ઓપરેશન સિંદૂરની બ્રીફિંગ આપી. આ દરમિયાન આતંક પર સકંજો કસવા આ બેઠકમાં ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ-મુસ્લિમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભારત સરકારને મહત્ત્વના સૂચન કર્યા છે. હવે બેઠક બાદ ઓવૈસીએ સંપૂર્ણ જાણકારી આપી છે.
ઓવૈસીએ કહ્યું કે, મેં સર્વપક્ષીય બેઠકમાં આપણી સેનાની પ્રશંસા કરી. તેમણે ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો. મેં બેઠકમાં કહ્યું કે, આપણે TRF વિરુદ્ધ ઇન્ટરનેશનલ કેમ્પેઇન ચલાવવું જોઈએ, ખાસ કરીને સિક્યોરિટી કાઉન્સિલે તેનું એલાન કરવું જોઈએ.
અમેરિકાએ TRFને આતંકવાદી સંગઠન જાહેર કરવું જોઈએ
ઓવૈસીએ કહ્યું કે, આપણે અમેરિકાને એ કહેવાનું છે કે, તમે પોતાના દેશમાં TRFને આતંકવાદી સંગઠન જાહેર કરો. ફેબ્રુઆરી 2025માં હાફિઝ સઈદના પુત્રએ એક ભાષણમાં કહ્યું હતું કે, અમે 2025માં જિહાદ કરીશું. તેઓ જિહાદના નામે ભારતમાં હત્યા કરવા માગે છે. તેઓ આતંક ફેલાવવા માંગે છે. અમે સંયુક્ત રાષ્ટ્રને TRFને આતંકવાદી સંગઠન જાહેર કરવા વિનંતી કરીએ છીએ. પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં રાખવું જોઈએ.
આ પણ વાંચો: પાકિસ્તાનના અનેક સ્થળે ભારતના ડ્રોન હુમલા, લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ
બ્રિટનને TRF પર પ્રતિબંધ મૂકવા માટે કહીશું
ઓવૈસીએ કહ્યું કે, આપણે બ્રિટન સાથે ટ્રેડ ડીલ પણ કરી છે. આવી સ્થિતિમાં અમે તેમને TRF પર પ્રતિબંધ મૂકવા માટે પણ કહીશું. બ્રિટનના નાણાં મંત્રાલયે પાકિસ્તાન પર પ્રતિબંધો લાદવા જોઈએ. અમે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યા છીએ, તો આવી સ્થિતિમાં અમેરિકાને પાકિસ્તાનને આતંકવાદી યાદીમાં મૂકવા માટે પણ કહીશું.