India

ગ્લોબલ વોર્મિંગના કારણે વધી રહ્યું છે અરબ સાગરનું જળસ્તર: WMOનો ચિંતાજનક રિપોર્ટ, વાયનાડ ભૂસ્ખલનનો પણ ઉલ્લેખ

By GS TEAM
24 Jun 20253 mins read
TukuTouch Logo
વિશ્વ હવામાન સંગઠન (WMO)ના નવા રિપોર્ટથી ખળભળાટ મચી ગયો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાની સપાટી ચિંતાજનક રીતે વધી રહી છે. જે પ્રમાણે સમુદ્રની જળસપાટી પહેલાની તુલનાએ ખૂબ જ ઝડપી વધી રહી છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, એશિયામાં ઝડપી ગરમી વધી રહી છે, જેના કારણે હવામાનમાં ફેરફાર આવી રહ્યો છે અને લોકો તેનું પરિણાન ભોગવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, દરિયાકાંઠાની વિસ્તારોમાં આ સ્થિતિના કારણે ખૂબ જ ખરાબ અસર પડી શકે છે અને નીચલા વિસ્તારોમાં દરિયાનું પાણી ભરાઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગ્લોબલ વોર્મિંગના કારણે વધી રહ્યું છે અરબ સાગરનું જળસ્તર: WMOનો ચિંતાજનક રિપોર્ટ, વાયનાડ ભૂસ્ખલનનો પણ ઉલ્લેખ

WMO's Alarming Report: વિશ્વ હવામાન સંગઠન (WMO)ના નવા રિપોર્ટથી ખળભળાટ મચી ગયો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાની સપાટી ચિંતાજનક રીતે વધી રહી છે. જે પ્રમાણે સમુદ્રની જળસપાટી પહેલાની તુલનાએ ખૂબ જ ઝડપી વધી રહી છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, એશિયામાં ઝડપી ગરમી વધી રહી છે, જેના કારણે હવામાનમાં ફેરફાર આવી રહ્યો છે અને લોકો તેનું પરિણાન ભોગવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, દરિયાકાંઠાની વિસ્તારોમાં આ સ્થિતિના કારણે ખૂબ જ ખરાબ અસર પડી શકે છે અને નીચલા વિસ્તારોમાં દરિયાનું પાણી ભરાઈ શકે છે.

આ પણ વાંચો: અમેરિકા-યુરોપ સાથે ડીલ થશે તો ભારતના 172 લાખ કરોડના નિકાસનું લક્ષ્ય પૂરું થશેઃ સીતારમણ

દર વર્ષે 4 મિમી વધી રહી છે દરિયાની સપાટી

વિશ્વ હવામાન સંગઠન (WMO)ના તાજેતરના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દરિયાઈ સપાટી દર વર્ષે 3.7 થી 3.8 મિલીમીટર વધી રહી છે. હવે આ વધીને 4.00 મિલીમીટર પ્રતિ વર્ષે થઈ ગઈ છે. આ વધારાથી સમુદ્ર કિનારાથી 50 કિલોમીટરની ત્રિજ્યામાં જોવા મળી રહી છે. માનવીય હરકતોના કારણે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, જેના કારણે દરિયાકાંઠાનો વિસ્તાર આટલો ઝડપથી વધી રહ્યો છે. હકીકતમાં અશ્મિભૂત ઇંધણ બાળવાથી ગ્રીનહાઉસ વાયુ બહાર નીકળે છે. આ વાયુઓ બરફની ચાદર અને ગ્લેશિયરો અણધારી રીતે પીગળી રહ્યા છે. જેના કારણે સમુદ્રનું સ્તર વધી રહ્યું છે. દરિયાકાંઠાના આ વિસ્તારો અને નાના ટાપુઓમાં રહેતા લોકો માટે આ એક મોટો ખતરો છે. ભારતનો દક્ષિણ ભાગ પણ આનાથી પ્રભાવિત થઈ રહ્યો છે.


ગરમી વધવાથી પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ

WMOની 'સ્ટેટ ઓફ ધ ક્લાઈમેન્ટ ઈન એશિયા 2024' રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એશિયામાં ગરમી વૈશ્વિક સરેરાશથી લગભગ બમણા દરે વધી રહી છે. જેના કારણે હવામાનમાં ફેરફાર થઈ રહ્યો છે અને પ્રદેશને ભારે નુકસાન પહોંચાડી થઈ રહ્યું છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વર્ષ 1991-2024 દરમિયાન ગરમીમાં વધવાનો દર 1961-1990 ના સમયગાળા કરતા લગભગ બમણો રહ્યો હતો. ગરમીમાં વધારાને કારણે મધ્ય હિમાલય અને તિયાન શાન પર્વતોમાં 24 માંથી 23 ગ્લેશિયરોનો બરફ પીગળી ગયો છે. તેનાથી ગ્લેશિયર તળાવોમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં પણ વધારો થયો છે.

આ પણ વાંચો: સંસ્કૃત માટે કરોડો રૂપિયા, તમિલ સહિતની દક્ષિણ ભાષાઓને મગરમચ્છના આંસુ... સ્ટાલિનના કેન્દ્ર પર પ્રહાર

વાયનાડમાં ભીષણ ભૂસ્ખલનના રિપોર્ટનો ઉલ્લેખ

રિપોર્ટમાં ભારતમાં 2024માં થયેલી કુદરતી હોનારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, જળવાયુ પરિવર્તનના કારણે કેરળના વાયનાડ જિલ્લામાં ભયાનક ભૂસ્ખલન થયું હતું, જેમાં 350થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટના 30 જુલાઈના રોજ બની હતી, ત્યારે 48 કલાકમાં 500 મિલીમીટરથી વધુ વરસાદ થયો હતો.  તો 2024માં ભયાનક ગરમીના કારણે ભારતના વિવિધ વિસ્તારોમાં 450થી વધુ લોકોના મોત થયા હતા. આ સિવાય વીજળી પડવાથી લગભગ 1300 લોકોના મોત થયા હતા. 10 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડમાં વીજળી પડવાથી 72 લોકોના મોત થયા હતા.