Get The App

VIDEO : સ્કૂલના વિદ્યાર્થીઓએ બનાવેલા 150 સેટેલાઈટ લોન્ચ, 2000 વિદ્યાર્થીઓ પણ પ્રોજેક્ટોનો ભાગ બન્યા

એપીજે અબ્દુલ કલામ સેટેલાઈટ વ્હીકલ મિશન-2023 લોન્ચ, 100થી વધુ સરકારી શાળાના વિદ્યાર્થીઓ રોકેટ પ્રોજેક્ટનો ભાગ બન્યા

માર્ટિન ફાન્ડેશને ડૉ.એપીજે અબ્દુલ કલામ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન અને સ્પેસ ઝોન ઈન્ડિયાના સહયોગથી આ સેટેલાઈન લોન્ચ કર્યું

Updated: Feb 19th, 2023

GS TEAM

Google News
Google News
VIDEO : સ્કૂલના વિદ્યાર્થીઓએ બનાવેલા 150 સેટેલાઈટ લોન્ચ, 2000 વિદ્યાર્થીઓ પણ પ્રોજેક્ટોનો ભાગ બન્યા 1 - image

ચેન્નાઈ, તા.19 ફેબ્રુઆરી-2023, રવિવાર

માર્ટિન ફાન્ડેશને ડૉ.એપીજે અબ્દુલ કલામ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન અને સ્પેસ ઝોન ઈન્ડિયાના સહયોગથી રવિવારે તમિલનાડુના ચેંગલપટ્ટુ જિલ્લાના પટ્ટીપોલન ગામેથી એપીજે અબ્દુલ કલામ સેટેલાઈન લોન્ચ વ્હીકલ મિશન-2023 લોન્ચ કર્યું હતું. આ કાર્યક્રમમાં તેલંગણાના રાજ્યપાલ તમિલિસાઈ સાઉન્દરાજન પણ ઉપસ્થિત રહ્યા હતા. સત્તાવાર નિવેદન મુજબ દેશની વિવિધ શાળાઓના ધોરણ-6થી 12ના 2000 વિદ્યાર્થીઓ દ્વારા 150 પીઆઈસીઓ ઉપગ્રહને ડિઝાઈન કરાયું હતું. આ ઉપગ્રહને પણ રોકેટ દ્વારા લોન્ચ કરાયા છે.

માર્ટિન ફાઉન્ડેશનને આપ્યું 85 ટકા ભંડોળ

નિવેદન મુજબ આ મિશન હેઠળ પસંદગીના વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિક વિશે જાણવાની તક પુરી પડાઈ છે. તમિલનાડુની સંસ્થા માર્ટિન ફાઉન્ડેશન પ્રોજેક્ટના 85 ટકા ભંડોળ પૂરું પાડે છે. ઉલ્લેખનિય છે કે, પસંદ કરેલા વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા સેટેલાઇટ ટેક્નોલોજી વિશે માહિતી અપાઈ છે. તેમને આ ક્ષેત્રમાં અનેક તકો વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

100થી વધુ સરકારી શાળાના વિદ્યાર્થીઓ રોકેટ પ્રોજેક્ટનો ભાગ બન્યા

100થી વધુ સરકારી શાળાઓના કુલ 2000 વિદ્યાર્થીઓ આ રોકેટ પ્રોજેક્ટનો ભાગ બન્યા છે, કારણ કે આ વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાનની તાલીમ પૂરી પાડવા અને ડોમેનમાં કારકિર્દીની તકો મેળવવા માટે આ એક સારું પ્લેટફોર્મ બનવાની અપેક્ષા છે.

Tags :