Get The App

અમેરિકા ભારતને ઘાતક અપાચે હેલિકોપ્ટર આપવા તૈયાર, પાકિસ્તાન સરહદે કરાશે તહેનાત

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકા ભારતને ઘાતક અપાચે હેલિકોપ્ટર આપવા તૈયાર, પાકિસ્તાન સરહદે કરાશે તહેનાત 1 - image


Apache Helicopter: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતની તાકાતમાં વધુ એક વધારો થવા જઈ રહ્યો છે. લાંબા સમયની રાહ જોયા બાદ ભારતીય સેનાને અપાચે લડાકુ હેલિકોપ્ટરનો પ્રથમ કન્સાઈનમેન્ટ મળવા જઈ રહી છે. અમેરિકાથી અપાચે હેલિકોપ્ટરની ડિલિવરી આ જ અઠવાડિયે થવા જઈ રહી છે. પ્રથમ કન્સાઈનમેન્ટ હેઠળ કુલ ત્રણ અપાચે હેલિકોપ્ટર મળશે, જે રાત્રિના અંધારામાં પણ ટાર્ગેટને શોધીને તેને મારવામાં સક્ષમ છે. અમેરિકન સેનામાં લાંબા સમયથી તહેનાત આ હેલિકોપ્ટરની ખૂબ માગ રહી છે.

અત્યાર સુધીમાં લગભગ 20 દેશોમાં અમેરિકા દ્વારા આ હેલિકોપ્ટરની ડિલિવરી કરવામાં આવી ચૂકી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભારત પાકિસ્તાન સરહદ પર આ હેલિકોપ્ટર તહેનાત કરવાની તૈયારી કરી રહ્યું છે. 2 જુલાઈના રોજ જ સમાચાર આવ્યા હતા કે આ હેલિકોપ્ટરની ડિલિવરીની રાહ સમાપ્ત થશે અને તે આ જ મહિને ભારત આવી શકે છે.

અપાચે હેલિકોપ્ટરોનું લેન્ડિંગ ગાઝિયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન પર થશે

આ હેલિકોપ્ટરને 'હવાઈ ટેન્ક' પણ કહેવામાં આવે છે. અમેરિકાથી આવનારા AH-64Es અપાચે હેલિકોપ્ટરોનું લેન્ડિંગ ગાઝિયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન પર થશે. ભારતીય સેનાએ આ હેલિકોપ્ટર માટે એક અલગ કાફલો તૈયાર કરી લીધો છે. જોધપુરમાં 15 મહિના પહેલા જ તેની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ હેલિકોપ્ટરની ડિલિવરી અટકી ગઈ હતી. તેનું કારણ એ હતું કે, વિશ્વના ભૂ-રાજકીય સમીકરણો બદલાઈ ગયા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર પણ ટ્રેડ ટેરિફ વગેરેમાં વ્યસ્ત હતું. તમને જણાવી દઈએ કે, ઈન્ડિયન એરફોર્સ પાસે પહેલાથી જ પઠાણકોટ અને જોરહાટમાં બે સ્ક્વોડ્રન એક્ટિવ છે.

અંધારામાં પણ કરી શકે છે હુમલો

તમને જણાવી દઈએ કે, 2015માં પણ ભારત સરકારે અમેરિકા સાથે 22 અપાચે હેલિકોપ્ટરની ડીલ કરી હતી. તે ઓર્ડરની સંપૂર્ણ ડિલિવરી અમેરિકા દ્વારા જુલાઈ 2020માં કરી દેવામાં આવી હતી. ત્યારબાદ 2020માં ભારતે વધુ 6 હેલિકોપ્ટર ખરીદવાની ડીલ કરી હતી. આ ડીલ હેઠળ પ્રથમ કન્સાઈનમેન્ટની ડિલિવરી મે થી જૂન 2024 દરમિયાન થવાની હતી. પરંતુ તેમાં વિલંબ થતો રહ્યો. તમને જણાવી દઈએ કે, અમેરિકન કંપની બોઈંગ અને ટાટા દ્વારા હૈદરાબાદમાં પણ એક જોઈન્ટ વેન્ટર ચાલી રહ્યું છે. અહીં તૈયાર કરવામાં આવેલ એક અપાચે હેલિકોપ્ટર 2023માં ભારતીય સેનાને મળ્યું હતું. આ હેલિકોપ્ટરની ખાસિયત એ છે કે, તે અંધારામાં પણ હુમલો કરી શકે છે. આ ઉપરાંત તે કોઈપણ હવામાનમાં સચોટ ડેટા હાંસલ કરી શકે છે.

રાત્રિના અંધારામાં પણ ટાર્ગેટને શોધી લે છે

આ હેલિકોપ્ટરમાં નાઈટ વિઝન નેવિગેશન સિસ્ટમ છે. તેના માધ્યમથી રાત્રિના અંધારામાં પણ ટાર્ગેટને શોધી શકાય છે. તમને જણાવી દઈએ કે, અપાચે હેલિકોપ્ટરોનો ઉપયોગ માત્ર હુમલા માટે જ નહીં પરંતુ સુરક્ષા અને શાંતિ ઓપરેશન માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે. 

અચાપે AH-64 હેલિકોપ્ટરની આ છે ખાસિયતો

તમને જણાવી દઈએ કે, અચાપે AH-64 હેલિકોપ્ટર એક અમેરિકન ટ્વીન-ટર્બોશાફ્ટ એટેક હેલિકોપ્ટર છે, જેમાં ટેલવ્હીલ ટાઈપનું લેન્ડિંગ ગિયર અને બે લોકોના ક્રૂ માટે કોકપીટ છે. નાક પર લગાવેલા સેન્સર નક્કી કરેલા ટારગેટ મેળવવા અને રાત્રે જોવામાં મદદ કરે છે. તેની આગળના ભાગે ફ્યુઝલેજ હેઠળ 30 MM M230 ચેઇન ગન અને સ્ટોર્સ માટે ચાર હાર્ડપોઇન્ટ છે, જે AGM-114 હેલફાયર મિસાઇલ અને હાઇડ્રા 70 રોકેટ પોડ્સ માટે છે. 

આ પણ વાંચો: 'જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા કાયદો બનાવો...', રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર

આ હેલિકોપ્ટર હાલમાં યુએસ આર્મી, ઇઝરાયેલી આર્મી, બ્રિટિશ આર્મી અને સાઉદી અરેબિયન આર્મી દ્વારા ઉપયોગમાં લેવાય છે. ભારતીય સેનામાં તેનો સમાવેશ પાકિસ્તાન અને ચીન જેવા દેશોના હૃદયના ધબકારા વધારવાનો છે.

Tags :