'લિવ-ઈનમાં તો કૂતરા-બિલાડી રહે છે...',અનિરુદ્ધાચાર્યના વધુ એક વિવાદિત નિવેદન પર હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Aniruddhacharya On Live In Relationship: ભારતમાં હાલમાં રખડતા કૂતરાઓનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે. આ મામલે સુપ્રીમ કોર્ટ આજે પોતાનો નિર્ણય સંભળાવશે એવી શક્યતા છે. આ દરમિયાન, યુવતીઓ પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરીને ચર્ચામાં રહેલા વૃંદાવનના કથાવાચક અનિરુદ્ધાચાર્યએ હવે લિવ-ઈન રિલેશનશિપને લઈને ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
અનિરુદ્ધાચાર્યનું લિવ-ઈન રિલેશનશિપ પર ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન
કથાવાચકે કહ્યું હતું કે, 'લિવ-ઈનમાં તો કૂતરા-બિલાડીઓ રહે છે. આપણા દેશના કૂતરા હજારો વર્ષોથી લિવ-ઈનમાં જ રહે છે. આ લિવ-ઈન કલ્ચર જ કૂતરાઓનું છે.' કેટલાક લોકો તેમના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે કેટલાક તેને યોગ્ય ગણાવી રહ્યા છે.
અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું
આ નિવેદન પછી સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેમાં કેટલાક લોકો તેમનું સમર્થન કરી રહ્યા છે, તો કેટલાકે તેમનો વિરોધ કર્યો છે. નોંધનીય છે કે, આ પહેલા પણ અનિરુદ્ધાચાર્યે લિવ-ઈન રિલેશનશિપ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, 'આજકાલ 25 વર્ષ સુધીની મોટા ભાગની છોકરીઓ અશુદ્ધ થઈ ગઈ હોય છે. છોકરાઓ જેની સાથે લગ્ન કરે છે, તે લિવ-ઈનમાં ચાર જગ્યાએ મોં મારીને આવી હોય છે. હાલમાં જ વધી રહેલા છૂટાછેડા અને પતિની હત્યાના કેસનું કારણ પણ આ જ છે.'
લિવ-ઈન રિલેશનશિપ પર ધર્મગુરુના નિવેદનથી વિવાદ
એક વ્યક્તિએ આ નિવેદનની નિંદા કરતા કહ્યું કે, 'આવા નિવેદનો ધર્મને નુકસાન પહોંચાડે છે અને ધર્મ પર સવાલો ઊભા કરે છે, જેના કારણે યુવા પેઢી ધર્મ વિશે ખોટી ધારણાઓ બાંધે છે.'
અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, 'અનિરુદ્ધાચાર્યે આવું નિવેદન ન આપવું જોઈએ, કારણ કે તે સનાતન ધર્મનું અપમાન છે. તેમણે એ પણ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે પણ લિવ-ઈનને કાનૂની માન્યતા આપી છે.'
આ પણ વાંચો: સંસદ ભવનની સુરક્ષામાં મોટી ચૂક, દીવાલ કૂદી ગરુડ દ્વાર સુધી પહોંચેલો યુવક પકડાયો
જોકે, કેટલાક લોકોએ અનિરુદ્ધાચાર્યના નિવેદનને સમર્થન પણ આપ્યું છે. એક યુવકે કહ્યું કે, 'તેમનો હેતુ સારો હતો અને સમાજની નૈતિકતા જાળવી રાખવા માટે આવા વિચારો જરૂરી છે.'
અન્ય એક યુવતીએ કહ્યું કે, 'લિવ-ઈન એ ભારતની સંસ્કૃતિ નથી અને તે પ્રેમ નથી પણ પશ્ચિમી સંસ્કૃતિની અસર છે.'
એક અન્ય યુવકે બંને બાજુનો મત રજૂ કરતાં કહ્યું કે, 'પ્રેમ કરવો કે રિલેશનશિપમાં રહેવું ખોટું નથી, પરંતુ તેના પરિણામોને પણ ધ્યાનમાં લેવા જોઈએ. તેમણે સુરક્ષાના મુદ્દે ચિંતા વ્યક્ત કરી કે લિવ-ઈન રિલેશનશિપને કારણે ગુનાઓ વધ્યા છે, જે સમાજ માટે યોગ્ય નથી.'








