ગુજરાતના પૂર્વ CM આનંદી બેન પટેલે માતા-પિતાને ચેતવ્યાં, કહ્યું - 'કૉલ આવતા દીકરી અચાનક બાજુના રૂમમાં જાય તો..'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anandiben Patel Haridwar Speech : ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હરિદ્વારમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સમાજ અને પરિવાર મામલે એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, વાલીઓને સંતાનોના, ખાસ કરીને દીકરીઓના બદલાતા વર્તન પર નજર રાખવા અને સાવચેતી રાખવાની ખુબ જ જરૂરી છે.
શંકા નહીં, પણ સાવચેતી રાખો
આનંદીબેન પટેલે વાલીઓને સંબોધતા ઉદાહરણ આપતા કહ્યું કે, "જો તમારી 8-10 વર્ષની દીકરી અત્યાર સુધી તમારી બાજુમાં બેસીને મામા, કાકા કે મિત્રો સાથે ફોન પર વાત કરતી હોય, પણ અચાનક તે ફોન આવતા જ બાજુના રૂમમાં જઈને ધીરેથી વાત કરવાનું શરૂ કરી દે, તો તમારે સાવધ થઈ જવું જોઈએ. આમાં શંકા નથી પણ સાવચેતી છે." તેમણે વાલીઓને સંતાનોના મિત્ર વર્તુળ પર નજર રાખવા અને તેઓ માર્ગ ન ભટકે તે જોવાની જવાબદારી સમજાવી હતી.
ચૂંટણી ખર્ચ ગુજરાત vs ઉત્તર પ્રદેશ
પોતાના રાજકીય અનુભવો વાગોળતા તેમણે ચૂંટણી ખર્ચના આંકડાઓથી સૌને ચોંકાવી દીધા હતા. આનંદીબેને જણાવ્યું કે, જ્યારે તેઓ ગુજરાતમાં ચૂંટણી લડતા ત્યારે તેમનો ખર્ચ માત્ર 15 થી 25 લાખ સુધી જ રહેતો હતો. અન્ય રાજ્યોમાં આ આંકડો 25 થી 35 કરોડ સુધી પહોંચી જાય છે. તેમણે ઉમેર્યું કે ઘાટલોડિયા જેવી બેઠકો પર ખર્ચ એટલો ઓછો થતો કે કલેક્ટર પણ તે માનવા તૈયાર ન થતા. આ સફળતાનું રહસ્ય તેમણે કાર્યકર્તાઓ સાથેનો આત્મીય સંબંધ ગણાવ્યો હતો.
उत्तर प्रदेश की राज्यपाल श्रीमती आनंदीबेन पटेल ने उत्तराखंड के हरिद्वार स्थित प्रेम नगर आश्रम में पाटन लेउवा पाटीदार समाज की गंगा तीर्थ यात्रा के अंतर्गत भागवत सप्ताह में सहभागिता की। pic.twitter.com/ObUKa2Qh7Q
— Governor of Uttar Pradesh (@GovernorofUp) March 26, 2026
ગુજરાતમાં ભાજપના 30 વર્ષના શાસનનું ભાથું
ગુજરાતમાં સતત ત્રણ દાયકાથી ભાજપના વિજય પાછળના કારણો જણાવતા તેમણે કહ્યું કે, તેના મૂળમાં સંસ્કાર, વિશ્વાસ, અવિરત પરિશ્રમ અને દેશભક્તિ છે. તેમણે આ સફળતાનો શ્રેય પાયાના કાર્યકર્તાઓ, સરપંચો અને પંચાયતના સદસ્યોના કઠોર પરિશ્રમને આપ્યો હતો.









