અમેઠી: મૃતદેહ લઇને જતી એમ્બ્યુલન્સનો ગોઝારો અકસ્માત, 5 લોકોના દર્દનાક મોત, 1 ઈજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amethi Road Accident: અમેઠીમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આજે વહેલી સવારે 5:30 વાગ્યે એમ્બ્યુલન્સ એક મૃતદેહને લઈને દિલ્હીથી પૂર્વાંચલ એક્સપ્રેસ વે થઈને બિહારના સમસ્તીપુર જઈ રહી હતી. આ દરમિયાન યુપીના અમેઠીમાં માછલીઓથી ભરેલા પિક-અપ વાહન સાથે આ એમ્બ્યુલન્સ અથડાઈ ગઈ.
એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિત પાંચ લોકોના મોત
આ ગોઝારા અકસ્માતમાં બે એમ્બ્યુલન્સ ડ્રાઈવર સહિત પાંચ લોકોના મોત થઈ ગયા છે. પુરનાહી પોલીસ સ્ટેશન વારિસનગર સમસ્તીપુરના રહેવાસી શંભુ રાય ગંભીર રીતે ઘાયલ થયો છે, તેને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. રાજ કુમાર ઉર્ફે સતીશ શર્મા પોતાના પિતા અશોક કુમાર શર્માનો મૃતદેહ લઈને એમ્બ્યુલન્સમાં દિલ્હીથી સમસ્તીપુર વિહાર જઈ રહ્યા હતા.
એમ્બ્યુલન્સની માછલી ભરેલા પિકઅપ ટ્રક સાથે ટક્કર
રસ્તામાં તેમના પરિવારના કેટલાક વધુ સભ્યો ફરીદાબાદથી એમ્બ્યુલન્સમાં બેસી ગયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે એમ્બ્યુલન્સના ડ્રાઈવરને ઝોકું આવી ગયું અને એમ્બ્યુલન્સે કાબુ ગુમાવ્યો અને આગળ જઈ રહેલા માછલી ભરેલા પિકઅપ ટ્રક સાથે અથડાઈ ગઈ અને આ ભયંકર અકસ્માત સર્જાયો.
5ના મોત અને એક ઘાયલ
આ ટક્કર એટલી ભયાનક હતી કે એમ્બ્યુલન્સના બંને ડ્રાઈવરો સરફરાઝ રહેવાસી નલહાર પોલીસ સ્ટેશન મેવાત હરિયાણા અને અવિદ રહેવાસી ફિરોઝપુર પોલીસ સ્ટેશન નૂહ હરિયાણા અને તેમાં બેઠેલા મુસાફરો ફૂલ શર્મા રહેવાસી રવિ ટોલ પોલીસ સ્ટેશન હાથૌડી, વિવેક ઉર્ફે રવિ રહેવાસી રામભદ્ર પોલીસ સ્ટેશન કલ્યાણ જિલ્લા સમસ્તીપુર અને રાજકુમાર ઉર્ફે સતીશ શર્મા રહેવાસી રામભદ્ર કલ્યાણ, સમસ્તીપુર બિહારના દર્દનાક મોત નીપજ્યા છે. બીજી તરફ એક વ્યક્તિ ઘાયલ થયો છે.
આ પણ વાંચો: મથુરામાં મોટી દુર્ઘટના, એકસાથે 6 મકાનો ધરાશાયી, 12 લોકો દટાયાં, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રામભદ્રપુર ગામના રહેવાસી અશોક શર્મા 12 જૂને દિલ્હી ગયા હતા જ્યાં એક દિવસ પહેલા જ તેમનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમનો પુત્ર રાજકુમાર શર્મા ઉર્ફે સતીશ શર્મા દિલ્હીમાં એક ફેક્ટરીમાં કામ કરતો હતો. તે ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો અને અપરિણીત હતો. રામભદ્રપુરના બલરામ શર્માનો પુત્ર રવિ શર્મા પણ દિલ્હીમાં એક ફેક્ટરીમાં કામ કરતો હતો અને રાજકુમાર શર્માના પિતા અશોક શર્માના મૃતદેહને લઈને ગામ આવી રહ્યો હતો. રસ્તામાં એમ્બ્યુલન્સ અને માછલી ભરેલી પિકઅપ વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં પાંચેયના મોત થયા છે.








