| Image Twitter |
મુંબઈ, તા. 9 એપ્રિલ 2023, રવિવાર
આપણે ત્યા ઘણા લાંબા સમયથી એલિયંસ હોય છે કે નહી તેના પર ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકોનું કહેવુ છે કે જેમ આ ધરતી પર લોકો રહે છે, એવી રીતે બ્રહ્માંડમા કેટલાય ગ્રહો છે, જેના પર એલિયંસ પણ રહે છે. જો કે આમાં કેટલી વાત સાચી છે તે કોઈ નથી જાણતું. કેટલીક વાર ધરતી પર આવી ચીજો મળી જાય છે, જેને જોઈને એવું લાગે છે કે આ જીવ આ દુનિયાનો નથી. હાલમાં જ સોશિયલ મીડિયા પર આવા જ એક જીવની તસ્વીર વાઈરલ થઈ છે, જે દેખાવમાં એલિયન જેવો દેખાય છે.
એક્સપર્ટેોએ ઓળખવાની ઘણી કોશિશ કરી પણ ઓળખવામાં સફળતા મળી નહોતી
એક મહિલા યુકેના એક બીચ પર ચાલી રહી હતી ત્યારે તેને આ અજીબો-ગરીબ જીવ જોવા મળ્યો હતો. તે સમજી ના શકી તે આખરે આ શુ છે. એટલામાં જોરથી બુમો પાડીને ત્યાથી ભાગી ગઈ. આ અજીબો- ગરીબ જીવની તસ્વીર વાઈરલ થઈ ગઈ. તેમા એક્સપર્ટ પણ તેને ઓળખી શક્યા નથી. જો કે એક્સપર્ટે પણ તેને ઓળખવાની ઘણી કોશિશ કરી હતી પણ તેને ઓળખવામાં સફળતા મળી નહોતી. પરંતુ કેટલાક લોકોએ તેના પર અંદાજ લગાવ્યો હતો કે એલિંયસ હોઈ શકે છે.
એલિયન જેવો દેખાતો આ જીવ ને માછીમારો પણ નથી ઓળખી શક્યા
દરરોજ સમુદ્રમાં રહેવાવાળો માછીમારને આ જીવ વિશે પુછવામાં આવતા તેણે પણ ઓળખવાની ના પાડી હતી. તસ્વીરમાં આ જીવ જેટલો હિસક લાગી રહ્યો છે તે રીયલમાં તેના કરતા પણ વધુ ખતરનાક છે. આ પહેલા ડીસેમ્બરમાં પણ આનાથી મળતો એક અન્ય જીવ પણ મળ્યો હતો. બન્નેનો રંગ એક સરખો હતો. અને બોડી ટ્રાન્સપેરેન્ટ છે. મરીન કન્ઝર્વેશન સોસાયટીના જણાવ્યા પ્રમાણે આ કોઈ એલિયન નથી. આ માછલીની જ એક પ્રજાતિ હોઈ શકે છે. જો આ માછલીની વિંગ્સ હટાવી લેવામાં આવે તો આ આવી જોવા મળશે. આવામાં તેને એલિયન કહેવો ખોટુ હોઈ શકે છે.


