Get The App

પ્રયાગરાજમાં મહાકુંભને લઈને યોજાયેલી સંતોની બેઠકમાં બે જૂથ વચ્ચે મારામારી, જાણો શું છે મામલો?

Updated: Nov 7th, 2024

GS TEAM


Google News
Google News
પ્રયાગરાજમાં મહાકુંભને લઈને યોજાયેલી સંતોની બેઠકમાં બે જૂથ વચ્ચે મારામારી, જાણો શું છે મામલો? 1 - image


Maha Kumbh 2025 : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ મહાકુંભને લઈને અખાડાઓની બેઠકમાં ભારે હોબાળો થયો. સંતો-મહંતો વચ્ચે ભારે મારામારી થઈ. અખાડાઓથી જોડાયેલા સંતોએ એકબીજાને લાફાવાળી કરી, એટલું જ નહીં ઢીકાપાટુ પણ વરસાવ્યા. મહાકુંભના મેળા વહિવટી તંત્રની અખાડાઓની બેઠક કાર્યાલયમાં થવાની હતી. અખાડા પરિષદ હાલના દિવસોમાં બે ભાગમાં વહેંચાયેલું છે. બંને જૂથોના પદાધિકારી આ બેઠકમાં આમને-સામને થઈ ગયા અને વાદ વિવાદ બાદ મારામારી પણ થઈ.

જો કે, મારામારીના કારણે મોડા સુધી અફરાતફરીનો માહોલ રહ્યો. સંતો વચ્ચે થયેલી મારામારીના કારણે બેઠક યોજાઈ શકી નહીં. જણાવી દઈએ કે, પ્રયાગરાજ મેળા વહિવટી તંત્રની બેઠક યોજાવાની હતી. વહિવટી તંત્રની બેઠક માટે અખાડા પરિષદના બંને જૂથોને બોલાવવામાં આવ્યા હતા. ઓપચારિક રીતે બેઠકની શરૂઆત થતા પહેલા જ હોબાળો શરૂ થઈ ગયો. મારામારીના કારણે આ ઘટનામાં કેટલાક સંતોને સામાન્ય ઈજા પણ આવી છે. મળતી માહિતી અનુસાર, પૂર્વ અધ્યક્ષ નરેન્દ્ર ગિરીના મોત બાદથી અખાડા પરિષદ બે જૂથમાં વહેંચાયું છે.

આ પણ વાંચો : પાવાગઢ જવાનો પ્લાન હોય તો આ વાંચી લેજો, આવતીકાલે સાંજથી બંધ થશે મંદિરના દ્વાર, જાણો કેમ

આ મામલા અંગે અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર પુરીએ કહ્યું કે, 'જમીન વહેંચણીને લઈને વિવાદ થયો છે, કેટલાક સંતો તરફથી હોબાળો કરાયો. મહાકુંભ માટે જમીન વહેંચણીને લઈને એકબીજા સાથે સંતો ઝઘડ્યા, બંને જૂથોની બેઠક બોલાવવામાં આવી હતી.'

નિર્મોહી અખાડાના અધ્યક્ષ રાજેન્દ્ર દાસે કહ્યું કે, 'જ્યારે પણ કોઈ મેળો થાય છે તો જે અખાડાના પદાધિકારી છે તેમને બોલાવવામાં આવે છે. પરંતુ કુંભ મેળામાં આવું બે-ત્રણ વાર થયું છે કે પદાધિકારીઓને ન બેસાડીને બીજાને બેસાડવામાં આવે છે, જેમ કે જૂના અખાડા. જૂના અખાડાઓનો રેકોર્ડ સારો નથી, ઝઘડા કરવા અને વિવાદ કરવાનું જ કામ છે. અમને ત્યાં બેસવાની જગ્યા નથી મળી તો અમે બોલ્યા જેના પર જ જૂના અખાડાના પ્રેમ ગિરીએ હુમલો કરી દીધો.'

આ પણ વાંચો : કેનેડામાં ભડકાઉ ભાષણનો આરોપ, મંદિરે પૂજારીને હાંકી કાઢ્યા, ખાલિસ્તાનીઓ સાથેની અથડામણ બાદ નિર્ણય

Tags :