India

એરટેલની કોલિંગ અને ઈન્ટરનેટ સેવાઓ ઠપ! યુઝર્સે સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો

By GS TEAM
18 Aug 20252 mins read
TukuTouch Logo
એરટેલની મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સેવાઓ છેલ્લા કેટલાક કલાકથી ઠપ થઈ છે. આ સેવાઓ બંધ થતા યુઝર્સ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. એરટેલે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ અંગે માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે, આ સમસ્યાને ઝડપથી ઉકેલવા પ્રયાસ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એરટેલની કોલિંગ અને ઈન્ટરનેટ સેવાઓ ઠપ! યુઝર્સે સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો

Airtel Mobile Network Down: દેશભરમાં એરટેલની મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સેવાઓ છેલ્લા કેટલાક કલાકથી ઠપ થઈ છે. આ સેવાઓ બંધ થતા યુઝર્સ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. એરટેલે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ અંગે માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે, આ સમસ્યાને ઝડપથી ઉકેલવા પ્રયાસ કરી રહી છે.

અનેક ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે, તેમના મોબાઈલ પર નેટવર્ક સિગ્નલ તો દેખાઈ રહ્યું છે. પરંતુ કોલિંગ સંપૂર્ણપણે ઠપ છે. ઘણા લોકો કોલિંગ પણ કરી શકતા નથી. યુઝર્સે સોશિયલ મીડિયા પર એરટેલ વિરૂદ્ધ બળાપો કાઢ્યો હતો. સૌથી વધુ ફરિયાદો દિલ્હી એનસીઆરમાંથી નોંધાઈ હતી.

અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો

મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ થતાં સોશિયલ મીડિયા, ઓનલાઈન પેમેન્ટ સહિત ડિજિટલ સેવાઓનો ઉપયોગ થઈ શકતો ન હતો. યુઝર્સે ભારે મુશ્કેલીનો સામનો કર્યો હતો. જો કે, એરટેલની બ્રોડબેન્ડ અને વાઈફાઈ સેવાઓ સામાન્ય રૂપે કાર્યરત છે. સમસ્યા માત્ર મોબાઈલ નેટવર્ક સુધી સીમિત રહી હતી.

આ પણ વાંચોઃ 3 જ દિવસમાં રજિસ્ટ્રેશન, રિફંડમાં પણ વિલંબ નહીં... GST સુધારા માટે સરકારનો માસ્ટર પ્લાન

ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં સર્જાઈ સમસ્યા

ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં એરટેલના યુઝર્સ ઈન્ટરનેટ નેટવર્કની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સૌથી વધુ સમસ્યા નવી દિલ્હીમાં જોવા મળી હતી. કંપનીએ નિવેદન આપ્યું છે કે, હાલ નેટવર્ક આઉટેજનો સામનો કરી રહ્યા છે. ટેક્નિકલ ટીમ તેને ઉકેલવા પ્રયાસ કરી રહી છે. એરટેલે ગ્રાહકોને નડી રહેલી અસુવિધા બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ ઝડપથી સેવાઓ સામાન્ય કરવાની ખાતરી આપી હતી.

નેટવર્ક સેવામાં અડચણનું કારણ

પ્રારંભિક ધોરણે આ સમસ્યા પાછળનું કારણ ટેક્નિકલ ગરબડ, ફાઈબર કટ, નેટવર્ક અપગ્રેડ તેમજ અચાનકથી નેટવર્ક લોડ વધતાં મોબાઈલ નેટવર્ક સેવાઓ ખોરવાઈ હોવાનું જાણવા મળ્યું છે. ડાઉન ડિટેક્ટર અનુસાર, દિલ્હી-એનસીઆર, જયપુર, કાનપુર, અમદાવાદ, સુરત, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લુરૂ અને કોલકાતામાં એરટેલના ગ્રાહકો નેટવર્ક અને ઈન્ટરનેટ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. સાંજે 4.30 વાગ્યા સુધીમાં આ મામલે 3500થી વધુ ફરિયાદ નોંધાઈ હતી.

ચાર કલાકથી મોબાઈલ નેટવર્ક ડાઉન

સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે નેટવર્ક ડાઉન થતાં એરટેલની ટીકા કરી હતી. એક યુઝરે લખ્યું હતું કે, છેલ્લા ચાર કલાકથી મારૂ એરટેલનું સીમ ચાલી રહ્યુ નથી. હું હવે પોર્ટ કરવાનું વિચારી રહ્યો છું. એરટેલના નેટવર્ક સંબંધિત આજે નોંધાયેલી કુલ ફરિયાદોમાંથી 68 ટકા ફરિયાદો ફોન કોલ્સ સંબંધિત હતી. જ્યારે 16 ટકા ફરિયાદો મોબાઈલ ઈન્ટરનેટ સંબંધિત અને 15 ટકા સિગ્નલ ન મળવાની ફરિયાદો હતી. અનેક યુઝર્સ 5જી પ્લાન હોવા છતાં 4જી નેટવર્ક પણ ચલાવી શકતા ન હતા.