Get The App

એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, જોધપુર માટે રવાના થયેલી ફ્લાઈટ મુંબઈ પરત ફરી

Updated: Aug 22nd, 2025

GS TEAM

Google News
Google News
એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, જોધપુર માટે રવાના થયેલી ફ્લાઈટ મુંબઈ પરત ફરી 1 - image


Air India Flight : એર ઈન્ડિયાના પાયલોટની સુઝબુઝના કારણે આજે એક મોટી દુર્ઘટના ટળી છે. રિપોર્ટ મુજબ આજે (22 ઓગસ્ટ) મુંબઈથી જોધપુર જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર-AI645માં ટેકઓફ પહેલાં જ ટેકનિકલ ખામી સર્જાતા તેને પરત બોલાવવામાં આવી હતી. એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, વિમાનના ક્રૂએ તાત્કાલીક નિર્ણય લઈને ફ્લાઈટ રદ કરી દીધી હતી અને તેને સુરક્ષિત રીતે મુંબઈ એરપોર્ટ પર પાછું લાવવાનો નિર્ણય લીધો હતો. આ ઘટનાને કારણે મુસાફરો થોડા સમય માટે ચિંતિત થઈ ગયા હતા, જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી.

ઓપરેશનલ ઈશ્યુને કારણે નિર્ણય

એર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા મુજબ, ફ્લાઈટ AI645 જ્યારે રનવે પર ટેકઓફ માટે આગળ વધી રહી હતી, ત્યારે તેમાં ઓપરેશનલ સમસ્યા સામે આવી હતી. ક્રૂએ તરત જ માનક સંચાલન પ્રક્રિયા (Standard Operating Procedures)નું પાલન કરીને ટેકઓફ રદ કરવાનો અને ફ્લાઈટને સલામત રીતે પરત લઈ જવાનો નિર્ણય કર્યો હતો. 

આ પણ વાંચો : VIDEO : બોઈંગના વધુ એક વિમાનમાં ખામી, 12000 ફૂટ ઉપર વિમાનના પાંખનો એક ભાગ તૂટ્યો

યાત્રીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા

પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોને તેમના ગંતવ્ય જોધપુર સુધી પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવસ્થા દ્વારા યાત્રીઓને અન્ય ફ્લાઈટમાં મોકલીને તેમનો પ્રવાસ સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો.

અમદાવાદની દુર્ઘટના અને સુરક્ષાને પ્રાથમિકતા

ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સામે એર ઇન્ડિયાની એક ફ્લાઈટ મોટી દુર્ઘટનાનો શિકાર બની હતી. તે દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર સહિત 240થી વધુ લોકોના મોત થયા હતા, જેણે દેશ અને દુનિયાને હચમચાવી દીધા હતા. આ ગંભીર દુર્ઘટના બાદ એરલાઈન્સ સુરક્ષા પર ખૂબ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. મુંબઈની આ ઘટના એ દર્શાવે છે કે નાની ખામીઓને પણ અવગણ્યા વિના, મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

Tags :