India

એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી, રાંચી જતું વિમાન પાછું દિલ્હી ડાયવર્ટ

By GS TEAM
16 Jun 20252 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ભીષણ વિમાન દુર્ઘટના બાદ સતત એર ઈન્ડિયાના વિમાનોમાં ટેક્નિકલ ખામી જણાતી હોવાના કારણે ફ્લાઈટમાં મોડું થવું અને ફ્લાઈટ કેન્સલ થવાના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે આજે સોમવારે (16 જૂન) ફરી એક વખત એર ઈન્ડિયા એક્સપ્રેસની એકની ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. જે દિલ્હીથી રાંચી જઈ રહ્યું હતું. આ દરમિયાન વિમાનને રાંચી એરપોર્ટ પર લેન્ડ કરવાનું હતું. જોકે, ફરી તેને દિલ્હી લઈ જવામાં આવ્યું છે. બિરસા મુંડા એરપોર્ટના અધિકારીઓએ વિમાનને ડાયવર્ટ કરવાની પુષ્ટિ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી, રાંચી જતું વિમાન પાછું દિલ્હી ડાયવર્ટ

Another Air India Flight Faces Trouble : અમદાવાદમાં ભીષણ વિમાન દુર્ઘટના બાદ સતત એર ઈન્ડિયાના વિમાનોમાં ટેક્નિકલ ખામી જણાતી હોવાના કારણે ફ્લાઈટમાં મોડું થવું અને ફ્લાઈટ કેન્સલ થવાના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે આજે સોમવારે (16 જૂન) ફરી એક વખત એર ઈન્ડિયા એક્સપ્રેસની એકની ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. જે દિલ્હીથી રાંચી જઈ રહ્યું હતું. આ દરમિયાન વિમાનને રાંચી એરપોર્ટ પર લેન્ડ કરવાનું હતું. જોકે, ફરી તેને દિલ્હી લઈ જવામાં આવ્યું છે. બિરસા મુંડા એરપોર્ટના અધિકારીઓએ વિમાનને ડાયવર્ટ કરવાની પુષ્ટિ કરી છે.


મળતી માહિતી મુજબ, દિલ્હીથી રાંચી જતી ફ્લાઇટ IX 1113 ને ટેક્નિકલ કારણોસર ડાયવર્ટ કરવામાં આવી છે. પ્લેન દિલ્હીથી 4:25 વાગ્યે ઉડાન ભર્યા બાદ 6:20 વાગ્યે રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર ઉતરવાનું હતું. જોકે, ટેક્નિકલ કારણોસર વિમાનને દિલ્હી તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી

હોંગકોંગથી દિલ્હી આવતી ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી

આજે હોંગકોંગથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાતા પાયલટે તેને પાછી હોંગકોંગ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરી હતી. એર ઈન્ડિયાની બોઈંગ 787-8  ડ્રીમલાઈનરની ફ્લાઈટ AI 315 હોંગકોંગથી દિલ્હી આવવા રવાના થઈ હતી. પરંતુ અચાનક હવામાં જ ટેક્નિકલ ખામીની જાણ થતાં પાયલટે યુ-ટર્ન લઈ ફ્લાઈટને હોંગકોંગ પાછી વાળી હતી.  તમામ મુસાફરો સુરક્ષિત છે.

આ પણ વાંચો: વધુ એક વિમાન દુર્ઘટના ટળી, લખનઉમાં હજયાત્રીઓના વિમાનમાં લેન્ડિંગ સમયે ટાયરમાંથી ધુમાડો ઉઠ્યો