એર ઈન્ડિયાના તમામ બોઇંગ 787 વિમાનોની તપાસ પૂર્ણ, ફ્યૂલ સ્વિચમાં કોઈ સમસ્યા સામે ન આવી
Air India Inspection of Boeing 787 aircraft : એર ઈન્ડિયાએ આજે બુધવારે (16 જુલાઈ) બોઇંચ 787 વિમાનમાં ફ્યૂલ કંટ્રોલ સ્વિચની લોકિંગ સિસ્ટમનું નિરીક્ષણ પૂર્ણ કરી લીધુ છે. જેમાં કોઈ સમસ્યા ન હોવાનું સામે આવ્યું છે. આ મામલે એર ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે વિમાનના નિયામક ડીજીસીએએ એરલાઈનને બોઇંગ 787 અને 737 વિમાનોમાં ફ્યૂલ સ્વિચ લોકિંગ સિસ્ટમનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ કર્યો હતો. આ નિરીક્ષણ AAIBના એક પ્રારંભિક અહેવાલની પૃષ્ઠભૂમિમાં કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ગયા મહિને એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પહેલા ફ્યૂલ સિવ્ચ બંધ કરવામાં આવ્યા હતા. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 270 લોકો મોત નીપજ્યા હતા.
'ફ્યૂલ સ્વિચમાં કોઈ સમસ્યા સામે ન આવી'
અધિકારીએ કહ્યું હતું કે, 'વિકેન્ડમાં અમારી એન્જિનિયરિંગ ટીમ તમામ બોઇંગ 787 વિમાનોના ફ્યૂલ કંટ્રોલ સ્વિચ (FCS)ની લોકિંગ સિસ્ટમ સાવચેતી પૂર્વક નિરીક્ષણ શરૂ કર્યું હતું. આમ નિરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે, ત્યારે તેમાં કોઈ પ્રકારની સમસ્યા સામે આવી નથી.'
વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે, 'બોઇંગ મેન્ટેનન્સ પ્રોગ્રામ મુજબ, બધા બોઇંગ 787-8 વિમાનોમાં થ્રોટલ કંટ્રોલ મોડ્યુલ (TCM) બદલવામાં આવ્યા છે. FCS આ મોડ્યુલનો એક ભાગ છે. FCS વિમાનના એન્જિનમાં બળતણ પ્રવાહને નિયંત્રિત કરે છે.'
આ પણ વાંચો: Indigo વિમાનમાં ટેકનિકલ ખામી, દિલ્હીથી ગોવા જતી ફ્લાઇટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ
આ વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB)એ શનિવારે બોઇંગ 787-8 દુર્ઘટના પર પોતાની પ્રારંભિક રિપોર્ટમાં કહ્યું હતું કે, 'વિમાનના બંને એન્જિનના ફ્યૂલની સપ્લાઈ એક સેકન્ડની અંતરમાં બંધ થઈ ગઈ હતી. જેનાથી ઉડાન ભર્યા બાદ કોકપિટમાં મૂંઝવણની સ્થિતિ ઊભી થઈ હતી.'