Get The App

હેલ્થકેરમાં AI : પેથોલોજી, કેન્સર, મેડિકલ ઈમેજિંગમાં ઉપયોગ વધ્યો

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
હેલ્થકેરમાં AI : પેથોલોજી, કેન્સર, મેડિકલ ઈમેજિંગમાં ઉપયોગ વધ્યો 1 - image


- ડાયગ્નોસ્ટિક એઆઈમાં ક્રાંતિ 

- મેડિકલ ટ્રાન્સક્રાઈબર એઆઈ ડોક્ટર-દર્દીની વાતો સાંભળીને રિયલ ટાઈમ ડિજિટલ ફાઈલ બનાવી રહ્યાં છે

- એઆઈ પાવર્ડ બ્લડ ટેસ્ટ સ્કેનમાં ટયુમર દેખાય તે પહેલા કેન્સર સૂચવતા મોલેક્યુલર સિગ્નલોને ઓળખે છે 

અમદાવાદ : હેલ્થકેર સેક્ટરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મજબૂત સાથીદાર તરીકે ઉભરી આવ્યું છે. હેલ્થકેર સેક્ટરમાં જીવન અને મરણ વચ્ચેનો ફરક સ્પીડ છે ત્યાં એઆઈ ક્રાંતિ લાવી રહ્યું છે. એઆઈ ટેકનોલોજી ડોક્ટરોને રોગોનું નિદાન ઝડપથી અને સચોટ રીતે કરવામાં મદદ કરી રહ્યું છે. મેડિકલ ઈમેજિંગમાં લાખો સ્કેનના આધારે ટ્રેઈન થયેલી એઆઈ સિસ્ટમ્સ સેકન્ડોમાં સ્ટ્રોક અને બ્રેઈન બ્લીડ્સ જેવી ગંભીર પરિસ્થિતિઓને ઓળખી રહી છે. આ સિસ્ટમ્સ રેડિયોલોજિસ્ટ માટે બીજી આંખો તરીકે કામ કરે છે. જે માણસોની ભૂલની શક્યતાને ઘટાડે છે. 

એઆઈ ટેકનોલોજી કેન્સર ડિટેક્શન અને ટ્રીટમેન્ટમાં અદભૂત કામગીરી કરી રહી છે. એઆઈ પાવર્ડ બ્લડ ટેસ્ટ્ સ્કેનમાં ગાંઠો દેખાય તે પહેલા કેન્સર સૂચવતા મોલેક્યુલર સિગ્નલોને ઓળખી લે છે. પેથોલોજી લેબ્સમાં એઆઈ ટૂલ્સ ચોકસાઈ સાથે સેમ્પલ્સને તપાસી રહ્યાં છે. તે ડોક્ટરોને ટયુમરને ગ્રેડ કરવાની સાથે ટ્રીટમેન્ટ ડેવલપ કરવામાં મદદ કરી રહ્યાં છે. હેલ્થકેરમાં ચોકસાઈ વધારવામાં એઆઈનો રોલ જોવામાં આવી રહ્યો છે. 

ડોક્ટરો માટે એઆઈ દર્દીના જેનેટિક કોડને મેડિકલ હિસ્ટ્રીની સાથે વાંચીને કામ આસાન કરી રહ્યાં છે. એઆઈ ડોક્ટરોને દર્દીઓની બાયોલોજીને ટારગેટ કરતી દવાઓને મેચ કરવામાં મદદ કરે છે. જેનાથી આડઅસરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘણા ક્લિનિક્સમાં એઆઈ મેડિકલ ટ્રાન્સક્રાઈબર છે. જે ડોક્ટર-દર્દીઓની વાતચીત સાંભળીને રિયલ ટાઈમ ડિજિટલ ફાઈલ બનાવે છે. જેના કારણે ડોક્ટરો દર્દીઓને વધુ સમય આપી શકે છે. 

હોસ્પિટલોમાં પેશન્ટ્સની ધસારો, કમ્યુનિટી હેલ્થ ડેટા પરથી ઈમરજન્સી રુમની માંગ જાણવા અને સ્ટાફની વધઘટ વિશે નિર્ણય લેવા માટે પણ એઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો ફ્લુના કેસમાં વધારો થવાનો હોય તો એઆઈ સિસ્ટમ તરત જ હોસ્પિટલને સૂચના જારી કરે છે. જેથી હોસ્પિટલ યોગ્ય તૈયારીઓ કરી શકે છે. 

Tags :