Get The App

અમદાવાદ વિમાન ક્રેશ : દરેક મૃતકના પરિવારને રૂ.1 કરોડ આપશે : ટાટા ગ્રૂપ, ઇજાગ્રસ્તોનો ખર્ચ પણ ઉઠાવશે

Updated: Jun 12th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ વિમાન ક્રેશ : દરેક મૃતકના પરિવારને રૂ.1 કરોડ આપશે : ટાટા ગ્રૂપ, ઇજાગ્રસ્તોનો ખર્ચ પણ ઉઠાવશે 1 - image

Air India Flight Crash in Ahmedabad : ગુરુવારે (12 જૂન) બપોરે લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ ઍરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં ટેક ઑફ થયાના થોડીવાર પછી ક્રેશ થયું હતું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં બે પાયલોટ સહિત 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 241 લોકોના મોત થયા હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ટાટા ગ્રૂપે જાહેરાત કરી છે કે, અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે એર ઇન્ડિયા ટાટા ગ્રૂપની માલિકીની છે.

ટાટા સન્સના ચેરમેને ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને કહ્યું છે કે, આ મુશ્કેલ સમયમાં શબ્દો ખૂટી પડે છે. અમે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી શોકની લાગણી વ્યક્ત કરીએ છીએ. પોતાના પ્રિયજનો ગુમાવનારા અને ઈજાગ્રસ્ત થનારા તમામ સાથે અમારી સંવેદના છે.

આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશઃ ટેકઑફની 8 મિનિટમાં શું થયું, જાણો પાયલટને કેમ ના મળ્યો બિલકુલ સમય

ટાટા ગૂપપ કૉલેજ હોસ્ટેલના પુનઃનિર્માણ માટે પણ મદદ કરશે

ટાટા ગ્રૂપે જાહેરાત કરી છે કે, અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ટાટા ગ્રૂપ ઈજાગ્રસ્ત મુસાફરોની સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ ઉઠાવશે અને તેમને દરેક જરૂરી તબીબી સુવિધા પૂરી પાડશે. ટાટા ગ્રૂપ અમદાવાદમાં બીજે મેડિકલ કૉલેજના હોસ્ટેલના પુનઃનિર્માણ માટે પણ મદદ કરશે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તે આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે મજબૂત રીતે ઊભી છે.

આ પણ વાંચો : વિજય રૂપાણીના નિધનની સત્તાવાર પુષ્ટિ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે આપી માહિતી